• રવિવાર, 07 જૂન, 2026

પોરબંદરમાં દંપતીએ કરી હતી રૂ.1.50 લાખની ચોરી

પોરબંદર, તા. 6: પોરબંદરના ગાયકવાડી વિસ્તારમાં તા.4ના જીતેન્દ્ર ઈદલદાસ મુલચંદાણીએ તેમની ન્યુ ઓમકાર ડ્રેસીસ નામની દુકાનમાં ગત શટરના તાળા તોડી રૂ.1.50 લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. મોરી અને ટીમ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા તેમજ ટેકનીકલ સોર્સના આધારે અને એ.સી.પી. જય રમેશભાઈને મળેલી બાતમીના આધારે સીસીટીવી કેમેરામાં દેખાયેલી મહિલા પોરબંદરના કર્લીના પુલ ખાતે ઝુંપડામાં રહેતી સવંતરા અરાવિંદ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. જેના સામાનની તપાસ કરતા રૂ.1,31,800ની રોકડ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા મહિલાએ અને તેના પતિ અરાવિંદ બાબુ સોલંકીએ કાપડની દુકાનમાં ચોરી કર્યાની મહિલાએ કબૂલાત આપી હતી. જેથી મહિલા આરોપીને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન લઇ આવી કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક