મે
2026ના અંતમાં તિબેટના શાનન શહેર પાસે પુમા યુમકો તળાવ કિનારે રાત્રે આકાશ અચાનક લાલ
નરંગી રોશનીથી ઝગમગી ઉઠયું હતું. ચીની એસ્ટ્રોફોટોગ્રાફર ડોંગ ચૂચાંગે પોતાના કેમેરાથી
આ દુર્લભ ઘટનાને કેદ કરી લીધી હતી. આ સમયે રેડ સ્પ્રાઇટ્સ સાથે લીલા રંગના ઘોસ્ટ સ્પ્રાઇટ્સ
પણ જોવા મળ્યું હતું. જે ઓક્સિજનના ચમકવાથી બને છે. આ દુર્લભ ઘટનાનો વીડિયો અને તસવીરો
સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રેડ સ્પ્રાઇટ્સ ઉપરના વાયુમંડળમાં બનતી
અનોખી વીજળીની ઘટના છે. જેમાં વીજળીને અલગ માનવામાં આવે છે કારણ કે વાદળોની નીચે નહીં
પણ ઉત્તરની તરફ જાય છે. રેડ સ્પ્રાઇટ્સ બનવા માટે જમીનની નજીક એક શક્તિશાળી તોફાન જરૂરી
હોય છે. આ ફિલ્ડ એટલું મજબૂત હોય છે કે 80 કિમી ઉપર મેસોસ્ફીયર સુધી પહોંચે છે.