પશ્ચિમ
એશિયા સંકટથી ઘરેલુ હવાઈ સેવાને બચાવવા કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય : 39,290 કરોડ
રૂપિયાના કુલ 6 પ્રોજેક્ટને લીલીઝંડી
નવી
દિલ્હી, તા. 3 :પશ્ચિમ એશિયા સંકટના કારણે વૈશ્વિક સ્તરે એટીએફની કિંમતમાં આવેલી ભારે
તેજીથી ઘરેલુ હવાઈ સેવાને બચાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. પીએમ મોદીની
અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે 10,000 કરોડ રૂપિયાની
બજેટ સહાયતાને મંજૂરી આપી છે. આ રકમનો ઉપયોગ ભારતીય એરલાઈન્સને એટીએફ મૂલ્ય સ્થિરતા
સહાય પ્રદાન કરવા માટે થશે.
વડા
પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 30,290 કરોડ રૂપિયાની મહત્વની વિકાસ યોજનાઓની ઘોષણા
કરી છે. જેમાં એટીએફ (એવિએશન ટર્બાઈન ફ્યૂલ), કોમર્શિયલ વાહનોને બદલવા અને હાઈવે પ્રોજેક્ટસ
ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
સરકારે
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે 10,000 કરોડ રૂપિયાની બજેટ સહાયતા મંજૂર કરી છે, જેથી તેઓ
શેડયુલ કરવામાં આવેલી ભારતીય એરલાઈન્સને તેના
ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ માટે એટીએફની કિંમતને સ્થિર રાખવામાં મદદ કરી શકે.
કેન્દ્રીય
મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, બજેટ સહાયતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ
મંત્રાલયની ‘િડમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ’ મારફતે સરકારી ઓઈલ કંપનીઓને વ્યાજ મુક્ત એડવાન્સ
રકમના રૂપમાં આપવામાં આવશે. સરકાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓને સહાય કરશે જેથી પશ્ચિમ એશિયા
સંકટના કારણે ઈંધણની કિંમતમાં થઈ રહેલા ભારે ઉતાર ચડાવના વર્તમાન સમયમાં એરલાઈન્સ માટે એટીએફની કિંમત સ્થિર બની રહે.
કેબિનેટે
એક ઐતિહાસિક બે વર્ષીય યોજનાને મંજૂરી આપી છે જેનો હેતુ દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં વાયુ
પ્રદૂષણ ઓછું કરવાનો છે. આ યોજના માટે ભંડોળ આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય હેઠળના
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર યોજના બોર્ડર હેઠળ કરવામાં આવશે. આ યોજના પાછળ 5041 કરોડ
રૂપિયાનો ખર્ચ થશે.
કેબિનેટ
સમિતિએ ઓરિસ્સામાં રામેશ્વરથી પારાદીપ સુધી એક નવા તટીય રાજમાર્ગ નિર્માણને મંજૂરી
આપી છે. આ નિર્માણ બે પેકેજમાં કરવામાં આવશે. જેની કુલ લંબાઈ 160.18 કિ.મી.ની રહેશે
અને તેની પાછળ 8300.79 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આવી જ રીતે બિહારમાં 3936
કરોડના ખર્ચે હાઈવે, તેલંગણમાં 7597 કરોડના ખર્ચે એનએચ-63 અને એચએચ-563નું કામ તેમજ
મધ્યપ્રદેશમાં એનએચ347બીનું 4415 ખર્ચે કામ કરવામાં આવશે. જેને કેબિનેટમાંથી મંજૂરી
મળી છે.