• ગુરુવાર, 04 જૂન, 2026

કોટડા સાંગાણીમાં બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.8 લાખનો મુદામાલ ઉઠાવી ગયા

કોટડા સાંગાણી: શહેરમાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા હોય તેમ ગોંડલ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં, સરકારી ક્વાર્ટરની બાજુમાં રહેતા ઉપેન્દ્રભાઈ ઠાકરના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખો રૂપિયાની માલમત્તાની ઉઠાંતરી કરી હતી.

તસ્કરોએ મકાનનાં તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ઘરવખરી અને તમામ સામાનને વેરવિખેર કરી નાખી  ભારે તોડફોડ કરી હતી. તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રૂ.45,000 ની રોકડ રકમ સહિત અંદાજિત રૂ. 8થી 10 લાખનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. સ્થાનિક વિસ્તારમાં બનેલી આ મોટી ચોરીની ઘટનાને પગલે રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દિવસે-િદવસે વધી રહેલી આવી ચોરીના બનાવને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રાલિંગ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક