ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 77 આરોપીઓની ધરપકડ; 1 મહિનાના ગુપ્ત પ્લાનિંગ બાદ પોલીસે આંતરરાજ્ય નેટવર્કનો કર્યો પર્દાફાશ
સુરત તા.3 : આજના આધુનિક યુગમાં ડિજીટલ છેતરાપિંડીના બનાવોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરત સાયબર સેલે સાયબર છેતરાપિંડી આચરતા નેટવર્ક પર ત્રિ-િદવસીય ઓપરેશન હાથ ધરી 58 ગુનાઓ નોંધી કુલ 77 આરોપી ઓને ઝડપી પાડી સાયબર ફ્રોડના રૂ. 23.85 કરોડની છેતરાપિંડી શોધી કાઢી કાયદે સરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે
આ મામલે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના અન્ય રાજ્યો જેવા કે દિલ્હી, મધ્યપ્રદેશ,
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી કુલ 77 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આંતરરાજ્ય નાણાકીય ગુનાહિત
નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા માટે સુરત પોલીસે આશરે 1 મહિના સુધી સઘન અને સંપૂર્ણ
ગુપ્ત રીતે પૂર્વ-આયોજન કર્યું હતું. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી
ફરિયાદો અને શંકાસ્પદ બેંક ખાતાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન અંતર્ગત
નોંધાયેલા 58 ગુનાઓમાંથી 18 ગુના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અને બાકીના ગુનાઓ શહેરના
અલગ-અલગ પોલીસ મથકો જેવા કે અશ્વિનીકુમાર, અડાજણ, અઠવાલાઈન્સ, ચોકબજાર, રાંદેર અને
વરાછા ખાતે નોંધાયા છે. પોલીસે કેવલ તેજાણી, ફૈઝલ શેખ, રાહુલ ચાવડા અને અક્ષિત કાતરિયા
જેવા રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે.
સાયબર
ઠગો દ્વારા વિવિધ પદ્ધતિઓથી નાગરિકોને શિકાર બનાવવામાં આવ્યા હતા. જેમાં ઇન્વેસ્ટમેન્ટ
અને લોન આપવાના બહાને છેતરાપિંડી, હોટલ બાકિંગ,
ઇન્સ્યોરન્સ પોલિસી, જોબ અને વર્ક વિઝા ફ્રોડ તથા એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરવો
અને પાર્સલ ડિલિવરી ફ્રોડ. આરોપીઓ ગુનાની રકમ મેળવતા જ તેને તાત્કાલિક વિવિધ ’મ્યુલ
એકાઉન્ટ્સ’ (ભાડાના બેંક ખાતાઓ)માં ટ્રાન્સફર કરી સુનિયોજિત રીતે સગેવગે કરી દેતા હતા.
હાલ પોલીસ આ બેંક ખાતાઓના ડેટાની ઊંડી તપાસ કરી રહી છે, જેમાં વધુ ગુનાઓ અને અન્ય આરોપીઓ
પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.