- ભારતનાં ઘણા સામાન ઉપર ડયૂટી ઘટીને શૂન્ય : 15 વર્ષમાં 20 અબજ ડોલરનાં રોકાણને આકર્ષિત કરવાનું લક્ષ્ય : રોજગારની નવી તક પેદા થશે
નવી
દિલ્હી, તા. 27 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સોમવારે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) ઉપર
મહોર લાગી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને
રોકાણ મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં એફટીએ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીથી
બન્ને દેશ વચ્ચે આર્થિક સંબંધો ઘણા મજબૂત થવાની આશા છે.
એફટીએનો
હેતુ દ્વિપક્ષીય વેપારને બમણો કરવો, ભારતીય નિકાસકારોને ન્યુઝીલેન્ડની બજારોમાં ડયૂટી
મુક્ત પહોંચ આપવી અને આગામી 15 વર્ષમાં 20 અબજ ડોલરના રોકાણને આકર્ષિત કરવાનું છે.
સાથે એવી અડચણો પણ ઓછી કરવામાં આવશે જે બન્ને દેશ વચ્ચેના વેપાર અને રોકાણને અસર કરે
છે.
એફટીએ
મારફતે સેવાઓનાં ક્ષેત્રમાં ભારતે ઘણાં કિંમત સેક્ટરમાં પહોંચની ગેરન્ટી મેળવી છે.
જેમાં આઇટી આધારિત સેવા, પ્રોફેશનલ સેવાઓ, શિક્ષણ, ફાયનાન્સ સેવા, પર્યટન, નિર્માણ
અને અન્ય સામેલ છે. આ સમજૂતી અસ્થાયી રોજગાર પ્રવેશ વિઝા મારફતે કુશળ ભારતીય પ્રોફેશનલ્સ
માટે નવી તક પેદા કરી શકે છે. આ ઉપરાંત ભારતથી નિકાસ થતા વાઇન અને સ્પીરિટને ન્યુઝીલેન્ડની
બજારમાં કોઈપણ ડયૂટી વિના પહોંચ મળશે.
ઓસ્ટ્રેલિયા
સાથે અપનાવવામાં આવેલા એફટીએના આધારે ભારતે ન્યુઝીલેન્ડ માટે પણ પોતાની 70 ટકા ટેરીફ
લાઈન
ખોલી
છે. ભારતે સફરજન, કીવી, મધ અને એલ્બુમિન જેવા કૃષિ ઉત્પાદન ઉપર ડયૂટીમાં રાહત આપી છે.
લોખંડ, સ્ટીલ અને ક્રેપ એલ્યુમિનિયમ જેવા ઘણા ઉત્પાદન ઉપર ડયૂટી 10 વર્ષની અવધિમાં
ધીરે ધીરે ખતમ કરવામાં આવશે જ્યારે દૂધ, ક્રીમ, દહીં અને ચીઝ જેવાં ડેરી ઉત્પાદન તેમજ
ચણા, ડુંગળી, મકાઈ અને બદામ સહિતની વસ્તુઓને એફટીએમાંથી બહાર રાખવામાં આવી છે.