• શનિવાર, 18 એપ્રિલ, 2026

કોમર્શિયલ જહાજો ઉપર હુમલા બિલકુલ અસ્વીકાર્ય : ભારત

હોર્મુઝની સ્થિતિ વિશે ભારતે સંયુક્તરાષ્ટ્ર મહાસભામાં વ્યક્ત કરેલી ગંભીર ચિંતા

નવી દિલ્હી, તા.17: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વાણિજ્યિક જહાજો ઉપર વધતા ખતરા સામે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે સુરક્ષિત નૌવહનની તુરંત બહાલીની માગણી કરતાં મધ્યપૂર્વમાં જારી તનાવને સંયમથી ઘટાડવાની અપીલ પણ કરી હતી. સંયુક્તરાષ્ટ્ર મહાસભામાં મધ્યપૂર્વની સ્થિતિ ઉપર વીટો પહેલ હેઠળ ચર્ચાને સંબોધતા ભારતનાં સ્થાયી પ્રતિનિધિ હરિશ પી.એ કહ્યું હતું કે, સમુદ્રી સુરક્ષા ભારતનાં ઊર્જા અને આર્થિક હિતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હોર્મુઝમાંથી થતું કારોબારી પરિવહન ચિંતાનો વિજય બની ગયું છે. આ ક્ષેત્રમાં જહાજોને નિશાન બનાવવાની ઘટનાઓની ભારતે સખત આલોચના કરી હતી. ભારતે આને સદંતર અસ્વીકાર્ય ગણાવ્યું છે. હરિશે કહ્યું હતું કે, નિર્દોષ ખલાસીઓનાં જીવ જોખમાવવા અને વ્યવસાયિક પરિવહનને અવરોધવું આંતરરાષ્ટ્રીય માપદંડોની ખિલાફ છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક