• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ઈરાનના પોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ : 500ને ઈજા

કેમિકલ ભરેલું કન્ટેઈનર ફાટયાની આશંકા : 4નાં મૃત્યુ

તેહરાન તા.ર6 : ઈરાનના સૌથી આધુનિક અબ્બાસ પોર્ટ ઉપર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં પ00 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને છેલ્લા અહેવાલ મુજબ 4ના મૃત્યુ થયા છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ કેમિકલ ભરેલું કન્ટેનર ફાટયાની આશંકા છે. બનાવને પગલે પોર્ટના સંચાલન અને જહાજોની અવરજવરને કોઈ અસર થઈ નથી.

દક્ષિણ-પશ્ચિમ ઈરાનના આ પોર્ટ પર થયેલા વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. વિસ્ફોટનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને ઠેર ઠેર કાચ તૂટી ગયા હતા. 

અબ્બાસ પોર્ટ ઈરાનનું મુખ્ય વ્યાપારિક પોર્ટ છે જે હોર્મુજ જલડમરુ મધ્ય સિથત છે. જો કે તે ભારતનો મુખ્ય વ્યાપારિક માર્ગ નથી. તેનો ઉપયોગ અફઘાનિસ્તાન, મધ્ય એશ્યા અને રશિયા સાથે વેપાર માટે કરવામાં આવે છે. અહીં ઈરાનની નેવી અને સૈન્યનું મુખ્ય કેન્દ્ર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026