ઉપગ્રહ તસવીરોએ દુનિયાને ચોંકાવી; હવામાનના તજજ્ઞો પણ ભારે અચરજમાં
નવી દિલ્હી, તા. 23 ઃ હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજરીમાં પૃથ્વી પર એક એવું દૃશ્ય કેપ્ચર થયું છે, જેણે આખા એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ કરીને હિમાલય, ચીન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 7,000થી
10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે.
આ ઘટના વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સૌથી સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. એક તરફ જ્યાં આ વાદળો બમ્પર વરસાદ લાવીને દેશનાં જળાશયો ભરી રહ્યાં છે, તો બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને લેન્ડસ્લાઇડનો ભય પણ ઊભો થયો છે. હવામાન નિષ્ણાતો આ અદ્ભુત ઘટનાને ’ખજ્ઞક્ષતજ્ઞજ્ઞક્ષ ઈજ્ઞક્ષદયલિયક્ષભય ણજ્ઞક્ષય’ તરીકે ઓળખાવી રહ્યા છે. હિંદ મહાસાગર પરથી આવતા ભેજયુક્ત પવનો જ્યારે સમગ્ર એશિયામાં સક્રિય હવામાન પ્રણાલીઓ સાથે ભળે છે, ત્યારે આવી ઘટના આકાર લે છે.
સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે, ઘટ્ટ વાદળોએ મધ્ય, ઉત્તર અને પૂર્વ ભારતને સંપૂર્ણપણે ઘેરી લીધું છે. ત્યાંથી આગળ વધીને આ વાદળો હિમાલયન બેલ્ટ, ચીન, જાપાન અને સાઉથ કોરિયા સુધી પહોંચી ગયાં છે.
સામાન્ય કરતાં 180 ટકા વધુ વરસાદ ભારત માટે રાહત અને આફત બને. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતના અનેક રાજ્યોમાં ચોમાસું ધીમું પડ્યું હતું અને વરસાદની મોટી ખોટ અનુભવાઈ રહી હતી, પરંતુ આ નવી સિસ્ટમે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે.