ખરાબ દારૂગોળાનાં કારણે 62.10 કરોડનું નુકસાન ઃ પીએસીએ ગંભીર સવાલો બાદ મંત્રાલય સમક્ષ કરી પાંચ મુખ્ય ભલામણ
નવી દિલ્હી, તા. 23 ઃ સંસદની પબ્લિક એકાઉન્ટસ કમિટી (પીએસી)એ રક્ષા મંત્રાલયને સખત ઠપકો આપ્યો છે. પીએસીના 49મા રિપોર્ટમાં ઓર્ડનેન્સ ફેક્ટરી બડમાલ દ્વારા સેનાને અપાયેલા ગડબડ દારૂગોળાની જગ્યાએ નવો માલ સપ્લાઈ કરવા ઉપર 62.10 કરોડ
રૂપિયાનું નુકસાન ઉજાગર કર્યું છે. સીમતિએ આર્ટિલરી ગન્સની ખરીદીમાં દશકોના વિલંબને સેનાની ઓપરેશન તૈયારી માટે જોખમી ગણાવ્યો છે.
ધનુષ તોપ જેવા સ્વદેશી પ્રોજેક્ટના ઉત્પાદન સમસ્યાઓ ઉપર પણ ગંભીર સવાલ ઉઠÎા છે. પીએસીએ પાંચ મુખ્ય ભલામણ કરી છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, સ્કિલ ડેવલપમેન્ટ, સારી નિર્ણય પ્રક્રિયા અને સમયબદ્ધ ઉત્પાદન સામેલ છે. આ રિપોર્ટ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મેળવવામાં વચ્ચે આવતા પડકારોને બતાવે છે.
પીએસીએ ઓર્ડનેન્સ ફેક્ટરી બડમાલ દ્વારા સપ્લાઈ કરવામાં આવેલા સામાનને બદલવા ઉપર થયેલા 62.10 કરોડ
રૂપિયાનાં નુકસાનને ગંભીર ગણાવ્યું હતું. આવી ખામીઓ પૈસાની બરબાદી હોવાની સાથે દારૂગોળાનાં સ્ટોકની વિશ્વસનિયતા ઉપર ગંભીર સવાલ ઉભા કરે છે. સમિતિએ રક્ષા મંત્રાલય સમક્ષ માગણી કરી છે કે સપ્લાય ચેન માટેના દિશાનિર્દેશોને સમયસીમા સાથે મજબૂત કરવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. પીએસી અનુસાર મંત્રાલયને નવી તોપ પ્રણાલી ખરીદવામાં અને સામેલ કરવામાં બે દશક લાગી ગયા છે. જેનાથી સેનામાં ભારી કમી આવી અને સેના પણ જૂની તોપનો ઉપયોગ કરી રહી છે જેની ક્ષમતા સીમિત છે. સ્વદેશી ધનુષ તોપ પ્રોજેક્ટને પીએસીએ વખાણ્યો હતો, જો કે તેમાં પણ વિલંબ ઉપર નારાજગી વ્યક્ત કરી હતી.