• શુક્રવાર, 24 જુલાઈ, 2026

જામનગરની સ્વામી વિવેકાનંદ સોસાયટીના ત્રણ ડીફોલ્ટર સભાસદને જેલ

જામનગર,તા.23: જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સો.લી.ના ત્રણ સભાસદે લોન લીધા બાદ લોન ભરપાઈ કરવા આપેલા ચેક રીટર્ન થતા કોર્ટે આરોપીઓને જેલની સજા ફટકારી છે.  

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સો.લી.ના સભાસદ જયદીપગર પ્રભાતગર ગોસાઈ, જયેશ વિઠલભાઈ સોરઠીયા અને અજયાસિંહ ઉદયાસિંહ જાડેજાએ સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીઓએ  ચેકો આપેલા. જે સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેકો રીટર્ન થતા વકીલ દ્વારા નોટીસો આપવા છત્તા રકમનું લેણું ભર્યું ન હોય આરોપીઓ વિરુધ્ધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. આ કેસો આગળ ચાલતા આ કામના  બધા જ આરોપીઓને તકસીરવાન ઠરાવવામાં આવેલા હતા અને ચેક મુજબની રકમના દંડ અને જેલની સજા ફરમાવવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટના આ હુકમને ચેલેન્જ કરવા આરોપીઓ સેસન્સ કોર્ટમાં અપીલમાં ગયા હતા. કોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટનું રેકર્ડ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ આ કામના આરોપી જયેશ વિઠલભાઈ સોરઠીયાને બે અલગ અલગ કેસમાં રકમ રૂ. 2,49,005 અને 6 માસની જેલની સજા તેમજ અન્ય કેસમાં રૂ. 58,552ની રકમનો દંડ તેમજ 4 માસની જેલ, જયદીપગર પ્રભાતગર ગોસાઈને રૂ. 41,276 ની રકમનો દંડ તેમજ 6 માસની જેલ અને અજયાસિંહ ઉદયાસિંહ જાડેજાને રૂ.1,16,532નો દંડ અને 4 માસની જેલની સજાનો હુકમ યથાવત રાખવામાં આવેલો છે.  આરોપીઓની અપીલ સેશન્સ કોર્ટ દ્વારા ડિસમીસ કરવામાં આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક