લાઠીચાર્જ
વિરોધી અરજીની સુનાવણીનો ઇન્કાર કરતાં મુખ્ય ન્યાયમૂર્તિ બોલ્યા; અમારો સમય બરબાદ ન
કરો
નવી
દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટે બુધવારે સંસદરેલી દરમ્યાન કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના
સમર્થકો પર થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ અરજીની તરત સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
મુખ્ય
ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, અમારો વીડિયો જોવામાં કોઇ રસ નથી. અમારી પાસે
એ જોવાનો સમય નથી.
એક
વકીલે જનહિતની અરજી કરતાં છાત્રો સાથે મારપીટનો વીડિયો જોવા માટે બીજીવાર અનુરોધ કર્યો,
તો મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહી દીધું હતું કે, તમારો અને અમારો સમય બરબાદ ન કરો.
છાત્રો
ઉપર લાઠીચાર્જની નિંદા કરતાં દેશનાં પ્રમુખ કાનૂની સંગઠન
નવી
દિલ્હી, તા.22: જંતર-મંતર ઉપર પ્રદર્શન અને સંસદ તરફ કૂચ દરમિયાન છાત્રો ઉપર લાઠીચાર્જ
મુદ્દે કાનૂની જગતનાં પ્રમુખ સંગઠનો દ્વારા પણ ચિંતા પ્રગટ કરવામાં આવી છે. સુપ્રીમ
કોર્ટ બાર એસોસિયેશન(એસસીબીએ) અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિયેશન(એસસીએઓઆરએ)
દ્વારા પોલીસનાં બળપ્રયોગની નિંદા કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને
સ્વતંત્ર તપાસની માગણી કરવામાં આવી છે.
છાત્રો
સાથે વાતચીત કરે સરકાર : અન્ના હઝારેનો પીએમ મોદીને પત્ર
નવી
દિલ્હી, તા. 22 : દિલ્હીના જંતર મંતર ઉપર છાત્રોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા ઉપર
અન્ના હઝારેએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. અન્નાએ આ મામલે પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો,
જેમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા ઉપર દુ:ખ વ્યક્ત કરવાની સાથે સરકાર
સમક્ષ સકારાત્મક વાતચીત કરવાની અપીલ કરી હતી.