• શુક્રવાર, 24 જુલાઈ, 2026

વૈભવની આતશી અર્ધસદીથી ઝિમ્બાબ્વે સામેના પ્રથમ T-20 મેચમાં ભારતનો 7 વિકેટે વિજય

મયંક અને પ્રિંસની 2-2 વિકેટ

હરારે, તા.23: બોલરોના સામૂહિક શાનદાર દેખાવ બાદ 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની પ્રથમ ઇન્ટરનેશનલ આતશી અર્ધસદીની મદદથી ઝિમ્બાબ્વે સામેના પહેલા ટી-20 મેચમાં ભારતનો 7 વિકેટે સરળ વિજય થયો હતો. બ્રિટનના પ્રવાસમાં સળંગ 6 હાર બાદ ટીમ ઇન્ડિયાની આ પહેલી ટી-20 જીત છે. ઝિમ્બાબ્વેના 7 વિકેટે 12પ રનના જવાબમાં ભારતે 13.2 ઓવરમાં 3 વિકેટે 126 રન કરી 40 દડા બાકી રાખી 7 વિકેટે જીત હાંસલ કરી હતી. 3 મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 1-0થી આગળ થઇ છે.

ઇન્ટરનેશનલ ટી-20 ફોર્મેટમાં વૈભવ સાથી નાની ઉંમરે અર્ધસદી કરનારો બેટધર બન્યો હતો. તેણે 18 દડામાં અર્ધસદી પૂરી કરી હતી. તે 19 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી આતશી પ0 રન કરી આઉટ થયો હતો. કપ્તાન શ્રેયસ અય્યર 28 અને તિલક 6 રને નોટઆઉટ રહ્યા હતા. અભિષેક 1 અને ઇશાન 3પ રને આઉટ થયા હતા.

આ પહેલા ઝિમ્બાબ્વે ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 12પ રન થયા હતા. જેમાં વેસ્લી મઘેવેરેના 39 રન સર્વાધિક હતા. ભારત તરફથી મયંક યાદવ અને પ્રિંસ યાદવે 2-2 વિકેટ લીધી હતી. શિવમ અને રવિને 1-1 વિકેટ મળી હતી. ડેબ્યૂ મેચમાં અશોક શર્મા વિકેટ મેળવી શક્યો ન હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક