• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

માંગરોળમાં યુવાનના આપઘાત પ્રકરણમાં ન.પા.ના પૂર્વપ્રમુખ સહિત ચાર શખસની ધરપકડ મૃતકની સુસાઈડ નોટનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાયો

માંગરોળ, તા.1પ : કામનાથ રોડ પર રહેતા અને ફ્રુટનો ધંધો કરતા અલીભાઈ આમદભાઈ જેઠવાના પુત્ર ફેસલએ ગત તા.1/4/ર4 ના ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયો હતો અને વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું અને મૃતક ફેસલના ખિસ્સામાંથી ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી.જે પોલીસે કબજે કરી હતી.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં સુસાઈડ નોટમાં મૃતક ફેસલની પત્ની નવ માસથી રીસામણે હતી અને પત્ની, સાસુ, સાળા, સસરા સહિતના સાસરીયાઓ અને ઘાંચી મુંસ્લિમ સમાજના આગેવાન અને ન.પા.ના પૂર્વપ્રમુખ મો.હુશેન જેઠવા ઉર્ફે ઝાલા અને ઈબ્રાહીમ બખાઈ સહિતના જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને સુસાઈડ નોટ એફએસએલમાં મોકલવામાં આવી હતી. જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ મામલે પોલીસે મૃતક ફેસલના પિતા અલીભાઈ જેઠવાની ફરિયાદ પરથી આપઘાત કરવા મજબુર કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મૃતક ફેસલની પત્ની સુમૈયા, સાસુ હલીમાબેન, સાળા શાહીલ ઈસ્માઈલ પાટણવાળા અને ન.પા.પૂર્વ પ્રમુખ મો.હુશેન જેઠવા ઉર્ફે ઝાલાની ધરપકડ કરી જેલમા ધકેલી દીધા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક