18 ગેસ એજન્સીઓ પર મહેસુલી કર્મચારી અને પોલીસનો પહેરો
રાજકોટ,
ગોંડલ, તા. 15 : મધ્ય પૂર્વ એશિયાઈ વિસ્તારમાં યુદ્ધની પ્રવર્તમાન પરિસ્થિતમાં લોકોને
યોગ્ય માત્રામાં ઘરેલુ ગેસ પુરવઠો મળી રહે તે માટે વહીવટી તંત્ર સાબદું થયું છે. આ
અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા લોધિકા-કોટડા સાંગાણી-ગોંડલ વગેરે
પંથકમાં દરોડા પાડીમાં કુલ રૂ. 2,07,138 કિંમતના ગેસ સિલિન્ડર સીઝ કરાયા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરર ડો. ઓમ પ્રકાશ તેમજ જિલ્લા
પુરવઠા અધિકારી આશિષ ઝાપડાનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ
દ્વારા જુદી જુદી ટીમો બનાવી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે
લોધિકા-કોટડા સાંગાણી-ગોંડલ વગેરેમાં કુલ રૂ. 2,07,138 કિંમતના ગેસ સિલિન્ડર સીઝ કરાયા
છે.
વિવિધ
ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, ફરસાણ સ્ટોર, નાસ્તા
હાઉસ તથા ફાસ્ટ ફૂડ સ્ટોર ખાતે ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે વિવિધ સ્થળોએ દરોડા
પાડવામાં આવ્યા છે.
જેમાં
ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બિલિયાળા ગામેથી 15 નંગ ભરેલા તથા 10 નંગ ખાલી મળી કુલ
25 ઘરેલુ ગેસ સિલિન્ડર, કુલ રૂ. 45,410/-ના જથ્થા સાથે સીઝ કરીને ઉપરાંત, જુદી-જુદી
હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વધુ 5 નંગ ઘરેલુ ગેસ સિલિન્ડર, કુલ રૂ.11,038/- ના જથ્થા
સાથે સીઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે.
વધુમાં,
ગોંડલ શહેર વિસ્તારમાં ગેરકાયદે ઘરમાં સંગ્રહ કરેલા રિલાયન્સ કંપનીના 38 નંગ ખાલી ગેસ
સિલિન્ડર, કુલ રૂ. 63,400/- ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે.
લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પરિશ્રમ રેસ્ટોરન્ટની તપાસણી દરમિયાન
ગૃહ વપરાશના 10 નંગ ગેસ સિલિન્ડર ગેરરીતે વપરાશમાં હોવાનું જણાઈ આવતા તે સીઝ કરી ગેસ
એજન્સીને સોંપવામાં આવ્યા છે, જેની કુલ કિંમત રૂ. 24,574/- થાય છે.
કોટડા
સાંગાણી તાલુકાના પડવલા ગામે જયદીપભાઈ વિનોદભાઈ આંબલિયા પાસેથી 1 નંગ ભરેલો ઘરેલુ ગેસ
સિલિન્ડર અનધિકૃત રીતે મળી આવતા, ઉપરાંત
રામોદ ગામે મહાવીર પાવભાજી નજીક આવેલ એક ઘરમાંથી ગેરરીતે સંગ્રહ કરેલા 31 નંગ ખાલી
ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવતા તે સીઝ કરાયા છે.
આ
ઉપરાંત સમગ્ર જિલ્લામાં કુલ 18 ગેસ એજન્સીની તપાસણી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ અને ગોડાઉનમાં નાયબ મામલતદારની
દેખરેખ હેઠળ દરેક એજન્સી તથા ગોડાઉન દીઠ 1 મહેસૂલી કર્મચારી સાથે 1 પોલીસ જવાનને સંચાલન
અર્થે મૂકવામાં આવ્યા છે.