ઇન્ડિયન વેલ્સના ફાઇનલમાં સિનર સામે ટક્કર થશે
કેલિફોર્નિયા,
તા.1પ : વર્લ્ડ નંબર વન સ્પેનના ખેલાડી કાર્લોસ અલ્કરાજના 16 મેચના વિજય અભિયાનને થંભાવીને
રૂસી ખેલાડી ડેનિયલ મેદવેદેવ ઇન્ડિયન વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યો
છે. સેમિ ફાઇનલમાં મેદવેદેવનો અલ્કારજ વિરુદ્ધ 6-3 અને 7-6થી વિજય થયો હતો. ફાઇનલમાં
તેની ટક્કર વિશ્વ નંબર બે ઇટાલીના ખેલાડી યાનિક સિનર સામે થશે. તેનો સેમિ ફાઇનલમાં
જર્મન ખેલાડી એલેક્ઝાંડર ઝેવરેવ વિરુદ્ધ 6-2 અને 6-4થી આસાન વિજય થયો હતો.
મહિલા
સિંગલ્સના ફાઇનલમાં નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકા અને કઝાકિસ્તાનની એલિના રાયબાકિના
વચ્ચે ટક્કર થશે. સબાલેંકાનો સેમિ ફાઇનલમાં ઝેક ગણરાજ્યની ખેલાડી લિંડા નોસ્કોવા સામે
6-3 અને 6-4થી વિજય થયો હતો જ્યારે રાયબાકિનાએ યૂક્રેનની ખેલાડી એલિના સ્વિતોલિનાને
રસાકસી પછી 7-પ અને 6-4થી હાર આપી હતી.