5 મેચની શ્રેણીમાં દ. આફ્રિકા 1-0થી આગળ
માઉન્ટ
મોન્ગાનુઇ, તા.1પ : ટી-20 વિશ્વ કપ પછી દ. આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ મેચની
દ્વિપક્ષી ટી-20 શ્રેણી આજથી શરૂ થઈ છે. જેના પહેલા મેચમાં દ. આફ્રિકા ટીમનો 7 વિકેટે
એક તરફી વિજય થયો છે. કિવિઝ સામેની વિશ્વ કપ સેમિ ફાઇનલની હાર પછી આફ્રિકાએ આ જીત સાથે
રાહતનો શ્વાસ લીધો છે. પ મેચની શ્રેણીમાં આફ્રિકી ટીમ 1-0થી આગળ થઈ છે. ટોસ જીતી પહેલા
બેટિંગ કરનાર ન્યુઝીલેન્ડ ટીમ 14.3 ઓવરમાં જ 91 રનમાં ઢેર થઈ ગઈ હતી. ઓલરાઉન્ડ જિમી
નિશમે સર્વાધિક 26 રન કર્યા હતા. 7 કિવિઝ બેટર ડબલ ફીગરમાં પહોંચી શક્યા ન હતા. કપ્તાન
સેન્ટનર 1પ, બેવન જેકબ્સ 10 અને કોલ મકોકી 1પ રને આઉટ થયા હતા. આફ્રિકા તરફથી ડેબ્યૂ
મેચમાં ઝડપી બોલર કોબાની મોકોએનાએ 26 રનમાં 3 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો
હતો. જેરાલ્ડ કોએત્જી, ઓટનીલ બાર્ટમેન અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી હતી.
આ
પછી દ. આફ્રિકાએ 16.4 ઓવરમાં 3 વિકેટે 93 રન કરી 7 વિકેટે વિજય મેળવ્યો હતો.નવોદિત
ઓપનર કોનર એસ્ટરહાઉઝન 4પ રને અણનમ રહ્યો હતો.