• ગુરુવાર, 02 મે, 2024

તારાણા ગામે હોટલ માલિકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

હત્યારા અજાણ્યા શખસોની શોધખોળ

આમરણ/જામનગર, તા.18 : જોડીયા તાબેના તારાણા ગામે રહેતા અને નજીકમાં વાડી ધરાવતા યુવાનની રાત્રીના અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તારાણા ગામે રહેતા અને હાઈવે પરના ટોલનાકા પાસે હોટલ ધરાવતા ભુપેન્દ્રસિહ નીમુભા જાડેજા નામનો યુવાન રાત્રીના વાડીએ સુતો હતો ત્યારે અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતા મૃતક ભુપેન્દ્રસિંહના ભાઈ જગતસિહ સહિતના પરિવારજનો અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ભુપેન્દ્રસિહ ખેતીવાડી ઉપરાંત હોટલ ધરાવતા હતા અને હોટલમાં ચોરી કરવા ઘુસેલા શખસો સાથે મારામારી થઈ કે અન્ય કોઈ કારણ તે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતકના ભાઈ જગતસિહની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો. આ બનાવના પગલે ત્રણ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક