• બુધવાર, 01 મે, 2024

દિલ્હી-સુરત ફ્લાઇટમાં બેગમાં 16 લાખના દાગીના - બિસ્કિટ મળ્યાં

પાંચ કિન્નર સંમેલનમાં હાજરી આપવા આવ્યા’તા

સુરત, તા.17: દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહેલા પાંચ કિન્નર પાસેથી સામાન ચેક કરતા સોનાના દાગીના અને બિસ્કિટ મળી આવ્યા હતા.

સીઆઇએસએફના સ્ટાફે પેસેન્જરોનો સામાન ચેક કરતા ફ્લાઇટમાં આવેલા પાંચ કિન્નરની બેગમાંથી સોનાના દાગીના અને સોનાના બિસ્કિટ નીકળ્યા હતા. જેથી સીઆઇએસએફના સ્ટાફે બેગમાં લાખોના દાગીના જોઈ તાત્કાલિક આયકર વિભાગને જાણ કરી હતી. આઇટી વિભાગને માહિતી મળતા આઇટી અધિકારીઓ મોડી રાત્રે એરપોર્ટ પર દોડી આવ્યા હતા. જેમાં કિન્નરોની બેગમાંથી રૂા.16 લાખના સોનાના દાગીના-બિસ્કિટ મળી આવ્યા હતા. આ કિન્નરો હરિયાણા-દિલ્હીના હોવાની વાત જાણવા મળી હતી. આ કિન્નરો સમાજનાં સંમેલનમાં હાજરી આપવા માટે દિલ્હીથી સુરત આવ્યા હતા. મોડી રાત્રે પૂછતાછ બાદ રસીદ આપી તેમને જવા દેવામાં આવ્યા હોવાની વાત પોલીસ સૂત્રોથી જાણવા મળી હતી.

ચોરાઉ રીક્ષા સાથે શખસ ઝડપાયો: અઠંગ વાહનચોર જેલમાંથી છૂટયાના છ દિવસ બાદ કમાટીબાગ પાસેથી રિક્ષાની ચોરી કરતા ફરી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. લાલબાગ બ્રિજ પાસે ક્રાઈમ બ્રાંચની ટીમે રીક્ષા સાથે મહેબૂબખાન આદમખાન પઠાણ (રહે.સુલતાનિયા જિમખાના, કોઝ વે પાસેની વસાહતમાં, રાંદેર, સુરત)ને ઝડપી પાડયો હતો. રિક્ષાના કાગળો માગતા મહેબૂબખાન ગલ્લા તલ્લા કરવા માંડયા હતા. જેથી પોલીસે રિક્ષા નંબરને આધારે તપાસ કરતા ત્રણ દિવસ પહેલા આ રિક્ષા કમાટીબાગ પાસેથી ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ મહેબુબખાન રાવપુરા પોલીસ સ્ટેશનમાં એક વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો અને છ દિવસ પહેલા જ તે છૂટયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક