• શનિવાર, 27 એપ્રિલ, 2024

વીજબિલના બાકીદારે તલવાર લઈને દોટ મુકી!

બોખીરાની આવાસ યોજનામાં પી.જી.વી.સી.એલ.ના કર્મચારીની ફરજમાં રુકાવટ, હુમલો

 

પોરબંદર, તા.28: પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનામાં ગરીબોને રહેવા માટે ફ્લેટ આપવામાં આવ્યો છે. જ્યાં વીજબિલની બાકી રકમ નહીં ભરનાર આસામીનું વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી થાય તે પહેલા જ વીજ કર્મચારીની  ફરજમાં રૂકાવટ કરીને તેને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફ્લેટ નગીનભાઈ માવજીભાઈ ઝાલાની માલિકીનો છે તેના વિજબિલની રિકવરીની કામગીરી માટે ગયા હતા અને દરવાજો ખખડાવતા અંદરથી બહાર આવેલી વ્યક્તિએ તેનું નામ મનીષ રવજીભાઈ ઝાલા જણાવ્યું હતું આથી ફરિયાદીએ તેમને વીજબિલના નાણા ભરી આપવાનું કહ્યું હતું. તેથી મનીષે વીજબિલના નાણા ભરી આપવાનો ઈન્કાર કર્યો હતો તેથી કંપનીના નિયમ મુજબ તથા ઉચ્ચ અધિકારીના લેખિત આદેશ પ્રમાણે કોઈપણ ગ્રાહક વીજળીના બીલના બાકીના પૈસા ના ભરે તો તેનું વીજ કનેક્શન ડિસ્કનેક્ટ કરવાનું હોય છે. આથી એ પ્રમાણે નરશીભાઈએ તેમને એવું જણાવ્યું હતું કે, રકમ નહીં ભરો તો મીટર ડિસ્કનેક્ટ કરવું પડશે તેવું જણાવતા જ મનીષ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો

હતો.

આથી ગાળો બોલવાની ના પાડતા વધુ ઉગ્ર બનીને કોલર પકડીને નરશીભાઈને થપાટ અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. વીજ કર્મચારી દ્વારા મનીષ રવજી ઝાલા અને તેના ભાઈ મયુર વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ અને માર માર્યાની તથા યુનિફોર્મ ફાડી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક