• રવિવાર, 28 એપ્રિલ, 2024

ધ્રાંગધ્રા હીરાપુરના ફાર્મ હાઉસમાં કોલ સેન્ટરમાં દરોડો : બે મહિલા સહિત ચાર ઝડપાયા કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકો સાથે કરતા’તા ચીટિંગ

ધ્રાંગધ્રા, તા.26 (ફૂલછાબ ન્યુઝ) : ધ્રાંગધ્રાનાં હીરાપુર ગામે કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા હીરાપુરના કુબેર ફાર્મ હાઉસ ખાતે રેડ પાડી બે મહિલા સહિત ચાર શખસને કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરીકોને છેતરપિંડી કરતા હોવાનો, પર્દાફાસ કરી 6.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.

હીરાપુર ગામમાં આવેલા કુબેર ફાર્મ હાઉસમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણ મળતા તાલુકા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી ત્યારે આ કુબેર ફાર્મમાં બે મહિલા સહિત ચાર શખસ દ્વારા વાઇફાઇ લેપટોપ ઉપર ટીમરીમીવરનો ઉપયોગ કરી વિદેશમાં રહેતા નાગરિકોને સોફટવેર પ્રોગ્રામ નાખવાની લાલચ આપી તેમની પાસેથી એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા (ડોલર) જમા કરાવી અને છેતરપિંડી કરવાનું કોલ સેન્ટર ચલાવતું હોવાનું ખૂલ્યું હતું ત્યારે તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે હીરાપુર ગામની સીમમાં રેડ કરવામાં આવતા પોલીસ  દ્વારા બે મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આરોપી પાસેથી લેપટોપ, ટીવી, મોબાઇલ અને સોફટવેરનાં સાધનો કાર્ડ સહિત કુલ 6.69 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

 

ઇ-પેપરના નવા શુલ્ક