• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ગોંડલમા‘ ગણેશ મહોત્સવના‘ નામે છેતરાપિંડી આચરતો શખસ પકડાયો

-સોના-ચાદીના ઇનામોની લાલચ આપી ચલાવાતો ખેલ ખુલ્લો પાડÎ; 73 ટિકિટ બુક અને ચોપડો જપ્ત

 

ગોંડલ, તા.24 ગોંડલમા ગણપતિ મહોત્સવના બહાને નાગરિકો સાથે રોકડ નાણાની છેતરાપિંડી આચરવાના ઇરાદે ગેરકાયદે રીતે ઇનામી ડ્રો ચલાવતા એક ઇસમ સામે  એલ.સી.બી.ની ટીમે લાલઆ કરી છે. આરોપી પોતાના ઘરેથીિક્રષ્ના ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ નામની લલચામણી સ્કીમની ટિકિટો છપાવીને વેચાણ કરતો હતો, જેને પોલીસે દરોડો પાડીને ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલની કૈલાશબાગ સોસાયટી, શેરી . 3/10 મા આવેલાખોડલધામ મકાનમા રહેતો રોહિતભાઈ પોપટભાઈ સોજીત્રા (ઉં..47) પોતાના ઘરેથી ક્રિષ્ના ગ્રુપના નામે ગેરકાયદે ઇનામી ડ્રોની ટિકિટોનુ વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરાપિંડી કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોહિત સોજીત્રા દ્વારા છપાવવામા આવેલી પેમ્ફ્લેટ ટિકિટોમા લોકોને આકર્ષવા માટે મોટી લાલચ આપવામા આવી હતી. જેમા 1 તોલા સોનાની ગણપતિ દાદાની મૂર્તિ, ટુ-વ્હીલર, ચાદીની લક્ષ્મીજીની મૂર્તિ, હોમ થિયેટર અને બાથરૂમ સેટ જેવા ઇનામો ડ્રોમા આપવાની વિગતો બતાવામા આવી હતી. દરોડા દરમિયાન પોલીસે આરોપીના કબ્જામાથી ઇનામી ડ્રોની ટિકિટ વેચાણની 73 બુક, ટિકિટ વેચાણનો હિસાબ રાખવાનો ચોપડો અને એક મોબાઇલ કિંમત રૂ.5,000 કબજે કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક