નવીદિલ્હી, તા.24: જંતર-મંતર ખાતે છાત્રોનાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ હિંસાના આરોપોનો તપાસ માટે રચવામાં આવેલી ઉચ્ચ અધિકાર તપાસ સમિતિ(એચપીઈસી)ને મહિલા પ્રદર્શનકારીઓ દ્વારા લગાડવામાં આવેલા જાતીય ઉત્પીડન અને છેડછાડનાં આરોપોની તપાસ પ્રાથમિકતાનાં ધોરણે કરવા કહેવામાં આવ્યું હોવાનું આજે દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઇ) સૂર્યકાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
સીજેઆઈએ
કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના 18 ઓગસ્ટના આદેશમાં સમિતિને આ ફરિયાદો ઉપર વહેલીતકે
રિપોર્ટ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વરિષ્ઠ એડવોકેટ શોભા ગુપ્તા દ્વારા 20મી
જુલાઈએ જંતર-મંતર ઉપર વિરોધ પ્રદર્શન દરમિયાન યૌન સતામણીનાં કિસ્સાઓમાં સ્વત: સંજ્ઞાન
લેવા માટે સુપ્રીમ કોર્ટને અનુરોધ કરવામાં આવ્યા બાદ આ સ્પષ્ટતા આપવામાં આવી છે. જેને પગલે જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ જણાવ્યું હતું
કે, આ મામલે અલગથી રીટ અરજી પહેલાથી જ દાખલ કરી દેવામાં આવી છે અને ઉચ્ચસ્તરીય તપાસ
સમિતિને તેમાં તપાસ માટે પણ કહી દેવામાં આવ્યું છે.