નવીદિલ્હી, તા.24 : અમેરિકા તરફથી નવા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે તે પહેલા ઈરાન અને અમેરિકા વચ્ચે શબ્દયુદ્ધ વધુ આક્રમક બની ગયું છે. અમેરિકા જો આ પ્રતિબંધો લાદશે તો ઈરાનનાં વેપારી ભાગીદાર દેશો ઉપર સૌથી માઠી અસર થવાની સંભાવના છે અને આવા દેશોમાં ચીન પણ સામેલ છે.
અમેરિકાનાં
ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે ચેતવણી આપી હતી કે, ઈરાન માટે હવે આર્થિક ડી-ડે એટલે
કે, કયામત-નિર્ણાયક દિવસ આવવાનો છે. જો કે આ આર્થિક યુદ્ધ કેવું હશે તેની કોઈ વિગતોનો
ફોડ તેમણે પાડયો ન હતો.
બેસેંટે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાત દોહરાવતા કહ્યું હતું કે, દુનિયાએ સમજવું
જોઈએ કે અમારો ઈરાદો ઈરાનની દરેક એવી આર્થિક જીવનરેખા કાપવાનો છે જે તેનાં દમનકારી
શાસનને ટકાવી રાખે છે. જેથી તહેરાન એકલું પડી જાય. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે એક અઠવાડિયા
અગાઉ જ ઈરાન માટે કયામતનાં દિવસની ચેતવણી આપી હતી.
અમેરિકા
સામે યુદ્ધ વચ્ચે ઈરાનને મળ્યો ગેસનો નવો ખજાનો
નવી
દિલ્હી, તા.24: અમેરિકા સામેની લડાઈ વચ્ચે ઈરાનને ગેસનો મોટો ખજાનો હાથ લાગ્યો છે.
ઈરાનનાં ઓઈલ મંત્રી મોહસેન પાકનેજાદે દેશમાં હાઈડ્રોકાર્બનનાં નવા ભંડાર મળવાની ઘોષણા
કરી છે. તેમણે આ ભંડારોને ઈરાનની ભાવિ ઊર્જા જરૂરિયાતો માટે એક મહત્ત્વની સંપત્તિ ગણાવી
હતી. તેમણે કહ્યું હતું કે, દક્ષિણી ફાર્સ પ્રાંતમાં 7.પ ટ્રિલિયન ક્યુબિક ફીટથી વધુ
ગેસ મળી આવ્યો છે. આમાંથી લગભગ પ.7 ટ્રિલિયન ક્યુબિક ફીટ ભંડાર ઉલેચી શકાય તેવું અનુમાન
છે. ઈરાન ઉપર અમેરિકાનાં નવા આર્થિક પ્રતિબંધોની અસર સંબંધિત સવાલનો જવાબ આપતાં કહ્યું
હતું કે, તેમની પાસે આના કરતાં સારા સમાચાર એ છે કે, હાઈડ્રોકાર્બનનાં નવા ભંડાર મળી
આવ્યાં છે.