મોરબી,તા.27:મોરબીમાં ગત રાત્રીના તાજીયા જુલૂસ દરમિયાન તાજિયામાં છરી વડે હુલ લેતી વખતે એક પ્રૌઢને છરી લાગતા ગંભીર ઈજા પહોચી હતી જેથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવારમાં પ્રૌઢનું મૃત્યુ થયું હતું. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ભોયવાડામાં રહેતા અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત રાત્રે 12 : 30 વાગ્યાના અરસામાં ગ્રીન ચોકથી નહેરૂ ગેઇટ ચોક વચ્ચેના વિસ્તારમાં તાજીયા ઝુલુસમાં ગયા હતા અને છરીથી હુલ લેતા હતા ત્યારે છરી છાતીના ભાગે લાગી ગઈ હતી જેથી લોહી નીકળવા લાગ્યું હતું અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી ખસેડ્યા હતા અને બાદમાં વધુ સર્વર માટે રાજકોટ ખસેડ્યા હતા રાજકોટ સારવાર દરમીયાન અબ્દુલશા શાહમદાર (ઉ.વ.55) નું મૃત્યુ થયું હતું મૃતક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા 3 બહેન અને 5 ભાઈઓમાં નાના હતા મૃતકને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.