-ફૂટેલા પેપરનાં મોટાભાગના પ્રશ્નો અસલ પેપર સાથે થતા હતા મેચ
નવીદિલ્હી,
તા.27 : દેશમાં પેપર ફૂટવાનો અને પરીક્ષામાં ગોટાળાનો સિલસિલો થંભવાનું નામ લઈ રહ્યો
નથી. હવે મહારાષ્ટ્રમાં શિક્ષક પાત્રતા પરીક્ષા(ટેટ)નું પેપર લીક થઈ ગયું છે અને તેનાં
હિસાબે પરીક્ષા સ્થગિત રાખી દેવામાં
આવી
છે.
આ પરીક્ષા
આવતીકાલે રવિવારે 28 જૂને આયોજિત થવાની હતી. જો કે પરીક્ષાનાં 24 કલાક પહેલાં જ થાણેમાંથી
પેપર ફૂટી ગયું. પોલીસને પેપર લીકની જાણકારી મળ્યા બાદ થાણેનાં ભિવંડીમાં એક ઓપરેશન
ચલાવીને પ્રશ્નપત્ર બરામદ કરી લીધું હતું. આમાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
જો કે આ લોકોની ઓળખ જાહેર નથી કરવામાં આવી. મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એક્ઝામિનેશન
દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત જાહેરનામાં અનુસાર પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય
કાઉન્સિલને સંદિગ્ધ પેપર લીક વિશે ગુપ્ત જાણકારી મળ્યા બાદ લેવામાં આવ્યો છે. એમસીએસઇના
અધિકારી દ્વારા પુષ્ટિ પણ આપવામાં આવી હતી કે, ફૂટેલા પેપરના પ્રશ્નો ટેટના અસલી પ્રશ્નપત્ર
સાથે મેચ થતા હતા. જેનાં હિસાબે પરીક્ષાની પારદર્શકતા અને ઉમેદવારો સાથે નિષ્પક્ષતા
સામે ગંભીર સવાલ ઉભો થઈ ગયો હતો.
પરીક્ષા
રદ થતાં રાજ્યના 4.28 લાખ ઉમેદવારોને ઝટકો લાગ્યો છે. રાજ્યમાં 1428 કેન્દ્રો ઉપર આ
પરીક્ષા યોજાવાની હતી. હવે આ પરીક્ષા પાછી ઠેલાતા તેમનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું છે.