• બુધવાર, 10 જૂન, 2026

વિરમગામ : પત્ની અને પુત્રએ સોની વેપારીની હત્યા કરી

કાયદાના સંઘર્ષથી બચવા અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો’તો

વિરમગામ, તા.8 : વિરમગામના પોશ ગણાતા ન્યૂ વિરમગામ વિસ્તારની વ્રજાવિહાર સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા સોની વેપારી દીપકકુમાર જયંતીભાઈ રાધનપુરાની તેમની જ પત્ની દિવ્યા અને પુત્ર ઉદયે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી અને ગળું દબાવીને ક્રૂર હત્યા કરી નાખી છે.

પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પારિવારિક ઘરકંકાસ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ માતા-પુત્રએ આ ગંભીર ગુનાને છુપાવવા માટે દીપકભાઈ સીડી પરથી પડી ગયા હોવાની ખોટી વાર્તા ઊભી કરી અકસ્માતનો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, મૃતકના પરિવારજનોને શંકા જતાં દીપકભાઈના મૃતદેહને વિરમગામ સરકારી હોસ્પિટલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દીપક સોનીના માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ હોવાનું ખૂલતા જ અકસ્માતની આખી વાર્તા હત્યામાં બદલાઈ ગઈ હતી. વિરમગામ ટાઉન પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી પત્ની દિવ્યા અને પુત્ર ઉદયની કડક પૂછપરછ હાથ ધરતા બન્નેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.હાલમાં પોલીસ આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક