અમરેલી, તા.17:અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે દારૂની બદી રોકવા માટે પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાથી એલ.સી.બી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાઠી રોડ પર વોચ દરમિયાન પોલીસે વિદેશી દારૂ ભરેલી એક કાર અને તેનું પાઈલાટિંગ કરી રહેલી અન્ય એક કારને ઝડપી પાડી હતી. આ દરોડામાં હરિયાણા અને રાજસ્થાનના વતની એવા ત્રણ શખ્સો - મનોજ વિરેન્દ્રકુમાર મહેતા, રામાસિંહ સીસોદિયા અને શંભાસિંહ સીસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ
તપાસમાં કારમાંથી હરિયાણા પાસિંગની વિદેશી દારૂની કુલ 636 બોટલ મળી આવી છે, જેની કિંમત
રૂ. 6,04,800 થાય છે. આ ઉપરાંત પોલીસે બે લક્ઝુરિયસ કાર અને 6 મોબાઈલ ફોન સહિત કુલ
રૂ.17,09,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા ત્રણ આરોપીઓ ઉપરાંત આ નેટવર્કમાં
સંડોવાયેલા અન્ય ચાર શખસ વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અમરેલી સીટી પોલીસ
સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.