બાઇક સવાર પરિવારને એક અજાણ્યા ટેમ્પોએ અડફેટે લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી): અમદાવાદ,
તા.29: ખેડા- અમદાવાદ હાઇવે પર આજે વડાલા પાસે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના
ત્રણ લોકોના કરૂણ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પુરપાટ ઝડપે આવી રહેલા
એક ટેમ્પો અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પિતા અને તેમના બે માસુમ પુત્રોએ જીવ
ગુમાવ્યા છે.
મળતી માહિતી મુજબ, ખેડા- અમદાવાદ
હાઇવે પર આવેલા વડાલા નજીકથી પસાર થઇ રહેલા બાઇક સવાર પરિવારને એક અજાણ્યા ટેમ્પોએ
અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં પિતા અને તેમના બે પુત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા
છે.
આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ
કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ
ધરી હતી. (પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેમ્પો ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ
કરી છે.