કઙઋ સંકટની આશંકાએ સરકારે નિયમોમાં આપી ઢીલ : જિલ્લામાં બે પેટ્રોલ પંપને કેરોસિન સ્ટોરેજની મળશે મંજૂરી : 21 રાજ્ય સામેલ
નવી
દિલ્હી, તા. 29 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે તેલ અને ગેસની વૈશ્વિક
આપૂર્તિમાં અડચણ ઉભી થઈ છે. જેનાથી દુનિયાના ઘણા દેશો ઈંધણ સંકટનો સામનો કરી રહ્યા
છે. ભારતમાં પણ આવા સંકટની આશંકાએ સરકાર દ્વારા અગાઉથી જ નિર્ણયો કરવામાં આવી રહ્યા
છે. આવા જ એક નિર્ણય હેઠળ સરકારે હવે ઘરો સુધી કેરોસિનની આપૂર્તિને સુગમ બનાવવા માટે
પેટ્રોલિયમ સુરક્ષા અને લાઈન્સિંગ નિયમોમાં અસ્થાયી ઢીલ આપી છે.
કેન્દ્ર
સરકારના 29 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન અનુસાર પેટ્રોલિયમ અને
પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાર્વજનિક વિતરણ પ્રણાલી
(પીડીએસ) હેઠળ 60 દિવસ માટે સુપીરિયર કેરોસિન ઓઈલ (એસકેઓ)ની આપૂર્તિને મંજૂરી આપી છે.
જેથી સામાન્ય લોકોને ઈંધણની કમીનો સામનો ન કરવો પડે. આવા રાજ્યોમાં દિલ્હી, હરિયાણા,
ઉત્તર પ્રદેશ અને ગુજરાત સામેલ છે.
આ બદલાવો
હેઠળ સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંચાલિત અમુક પેટ્રોલ પંપોને
કેરોસિન સ્ટોર અને વિતરિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.પ્રત્યેક આઉટલેટ વધુમાં વધુ
5,000 લીટર સુધીનું કેરોસિન રાખી શકશે અને દરેક જિલ્લામાં વધુમાં વધુ બે પેટ્રોલ પંપને
કેરોસિન રાખવા માટે પસંદ કરવામાં આવશે.
જાહેરનામામાં
કહેવામાં આવ્યું છે કે કેરોસિનના સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને વિતરણ સાથે જોડાયેલા
ડીલરો અને વાહનોને પેટ્રોલિયમ રૂલ,2002ના અમુક લાયસન્સિંગ જોગવાઈઓમાંથી છૂટ આપવામાં
આવી છે. જેથી સપ્લાઈ ચેનમાં ઝડપ લાવી શકાય અને અંતિમ વિસ્તારો સુધી વિતરણ સુનિશ્ચિત
કરી શકાય. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેરોસિનની આપૂર્તિ માત્ર ઘરેલુ ઉપયોગ જેમ
કે રસોઈ, રોશની વગેરે માટે કરવામાં આવશે, જેથી તેનો દુરુપયોગ રોકી શકાય.
આ નિર્ણય
હેઠળ એવા વિસ્તારમાં પણ અસ્થાયી રૂપથી પીડીએસ મારફતે કેરોસિન આપૂર્તિ ફરીથી શરૂ કરવામાં
આવી રહી છે જ્યાં પહેલા તબક્કાવાર રીતે કેરોસિન બંધ કરવામાં આવ્યું હતું. જેથી વર્તમાન
ફ્યુલ રિટેલ નેટવર્ક મારફતે ઝડપથી વિતરણ સુનિશ્ચિત કરી શકાય. આ દરમિયાન પેટ્રોલિયમ
એન્ડ એક્સપ્લોસિવ સેફટી ઓર્ગેનાઈઝેશન તરફથી જાહેર સુરક્ષા સંબંધિત દિશાનિર્દેશ અને ઓપરેશન પ્રોટોકોલ લાગુ રહેશે.