મન કી બાતમાં મોદીએ કહ્યું, ભારત પશ્ચિમ એશિયા યુદ્ધના સંકટનો સામનો સાથે મળીને કરશે
નવી
દિલ્હી, તા. 29 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં અમેરિકા-ઈઝરાયલ
અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે દેશ
સાથે મળીને આ પડકારોમાંથી બહાર આવી જશે.
વડા
પ્રધાન મોદીએ કહ્યું હતું કે,માર્ચનો મહિનો વૈશ્વિક સ્તરે ખુબ જ ઘટનાપૂર્ણ રહ્યો છે.
કોરોના સમયે દુનિયાને લાંબા સમય સુધી ઘણી સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આશા હતી કે
સંકટમાંથી બહાર આવ્યા બાદ દુનિયા નવી શરૂઆત સાથે પ્રગતિના પથ ઉપર આગળ વધશે. જો કે અલગ
અલગ ક્ષેત્રમાં યુદ્ધ અને સંઘર્ષની સ્થિતિ સતત
સામે આવી રહી છે.
મન
કી બાતના 132મા એપિસોડમાં મોદીએ કહ્યું હતું કે વર્તમાન સમયે પાડોશમાં એક મહિનાથી ભીષણ
યુદ્ધ ચાલી રહ્યું છે. લાખો ભારતીય પરિવારના સંબંધીઓ આ દેશોમાં રહીને કામ કરે છે. તેઓ
ખાડી દેશોના આભારી છે કે તેઓએ એક કરોડથી વધારે ભારતીયોને કોઈને કોઈ રીતે મદદ પહોંચાડી
છે.
પીએમ
મોદીએ વૈશ્વિક ઊર્જા આપૂર્તિમાં સંઘર્ષની અસર ઉપર ભાર મુકતા કહ્યું હતું કે, ખાડી વિસ્તાર
ભારતની ઈંધણ જરૂરીયાતને પુરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે ક્ષેત્રમાં યુદ્ધ
ચાલી રહ્યું છે ઊર્જા જરૂરીયાતનું મોટુ કેન્દ્ર છે.
જેના
કારણે દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલ સંકટ પેદા થઈ રહ્યું છે. ભારત પોતાના વૈશ્વિક સંબંધો,
અલગ અલગ દેશોમાંથી મળેલી મદદ અને એક દશકમાં વધારેલી ક્ષમતાના કારણે પડકારો સામે અડગ
છે.