• સોમવાર, 30 માર્ચ, 2026

જયારે પણ રમવા આવું ત્યારે 120 ટકા સાથે આવું છું : કોહલી

રન ચેઝમાં 4000 રન પૂરા કરનારો પહેલો બેટર બન્યો

બેંગ્લુરુ તા.29: આઇપીએલ-2026ના પ્રારંભ સાથે આકર્ષક અણનમ અર્ધસદી કરનાર સફેદ દડાના મહાન બેટધર વિરાટ કોહલીનું માનવું છે કે નિયમિત અંતરાલ પર રમતમાં બ્રેક લેવાથી તેને થાકથી બચવા અને માનસિક રૂપે તરોતાજા બનીને વાપસી કરવામાં મદદ મળે છે. કોહલીએ સનરાઇઝર્સ સામેના મેચમાં 38 દડામાં પ ચોક્કા-પ છક્કાથી અણનમ 69 રન કરી 16 ઓવરની અંદર આરસીબીને જીત અપાવી હતી. મેચ પછી કોહલીએ કહ્યું કે જયારે પણ હું રમવા આવું છું ત્યારે 120 ટકા આપવાની કોશિશ કરૂ છું. કયારે પણ તૈયારી વિના આવતો નથી. વિશ્રામ મને માનસિક રીતે ફ્રેશ રાખવામાં મદદ કરે છે. કોહલીએ જીતનો યશ ટફીની 3 વિકેટ અને પડીક્કલની 26 દડામાં 61 રનની ઇનિંગને આપ્યો હતો.

અણનમ 69 રનની ઇનિંગ સાથે કોહલીએ વધુ કેટલાક રેકોર્ડ તેના નામે કર્યાં હતા. તે આઇપીએલ ઇતિહાસમાં રન ચેઝ કરતી વખતે 4000 રન પૂરા કરનારો પહેલો બેટર બન્યો હતો. તેના હવે બીજી ઈનિંગમાં કુલ 4027 રન થયા છે. આ સૂચિમાં બીજા નંબર પર ડેવિડ વોર્નર (328પ) અને ત્રીજા નંબરે રોહિત શર્મા (3238) છે. આ ઉપરાંત કોહલીએ રન ચેઝ વખતે 21મી વખત પ0 પ્લસ સ્કોર કર્યોં હતો. આ સૂચિમાં તેના પછી વોર્નર (20), શિખર ધવન (20), ગંભીર (18) અને રોહિત (16) છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનારા વૃદ્ધને 181 ટીમે કાયદાનું ભાન કરાવ્યું March 30, Mon, 2026