નવી દિલ્હી, તા. 29 : એપ્રિલ મહિનાથી નવો આવકવેરા કાયદો લાગુ થઈ જશે. જેમાં વેતનના માળખાથી લઈને ટેક્સ ડિડક્શન સંબંધી નિયમોમાં બદલાવ થશે. આ સાથે રિટર્ન ફાઈલ કરવા માટેના અસેસમેન્ટ યર અને ફાઈનાન્શિયલ યરને ખતમ કરીને માત્ર ટેક્સ યર કરવામાં આવ્યું છે. આ બદલાવ પાછળ સરકારનો હેતુ વધારે જટિલ બની ચુકેલી ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે.
એચઆરએ અને સેલેરીમાં બદલાવ :
વેતન મેળવતા કર્મચારીઓ માટે મકાન ભાડા ભથ્થું ટેક્સ બચાવવાના ખાસ સાધનમાંથી એક માનવામાં આવે છે જો કે નવી વ્યવસ્થા
હેઠળ બદલાવ કરવામાં આવ્યો છે. બેંગલોર, પુણે, હૈદરાબાદ અને અમદાવાદ જેવા શહેરોને હવે
50 ટકા એચઆરએ છૂટનો લાભ મળશે. જેનાથી તેઓ મહાનગરો સમાન લાભ મેળવી શકશે. જ્યારે દિલ્હી
એનસીઆરને 40 ટકા છૂટનો લાભ મળશે. આ બદલાવ અર્બન સેલેરી એમ્પ્લોઈ માટે ખાસ છે. કારણ
કે ઝડપથી વિકસતા શહેરોમાં સેલેરી માળખાની ટેક્સ ક્ષમતામાં વધારો થયો છે.
ભથ્થામાં મોટી ટેક્સ છૂટ : સૌથી
મોટા બદલાવમાંથી એક બાળકો સંબંધિત ખર્ચામાં અપાતી છૂટમાં વધારો છે. બાળકોની એજ્યુકેશન
અલાઉન્સ એમાઉન્ટ વધારીને 3000 રૂપિયા પ્રતિમાસ અને પ્રતિ બાળક કરવામાં આવી છે. જે પહેલા
100 રૂપિયા હતી. આવી જ રીતે હોટલ અલાઉન્સ પણ વધારીને 9000 રૂપિયા પ્રતિમાસ પ્રતિ બાળક
કરવામાં આવી છે. પહેલા આ રકમ 300 રૂપિયા હતી. આ બદલાવ ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવાર
માટે મહત્વનો સાબિત થઈ શકે છે.
સરળ ટેક્સ સિસ્ટમ : નવા કાયદા
હેઠળ સંરચનાત્મક બદલાવમાં ફાઈનાન્શિયલ યર અને અસેસમેન્ટ યરને એક જ ટેકસ યરમાં બદલી
નાખવામાં આવ્યા છે. જેનાથી એપ્રિલથી માર્ચ સુધીના 12 મહિનાના ગાળાને માન્ય રાખવામાં
આવશે. આ બદલાવથી ટેક્સ ફાઈલ કરવો સરળ બની જશે. ખાસ કરીને પહેલી વખત ટેક્સ રિટર્ન ફાઈનલ
કરનારા લોકોમાં મુંઝવણ દુર થઈ જશે. આ ઉપરાંત સરકારે ઉપયોગમાં સુધારો લાવવા અને પરેશાની
ઘટાડવા આઈટીઆર ડોક્યુમેન્ટ્સને નવેસરથી ડિઝાઈન કરીને જાહેર કરવાની યોજના બનાવી છે.