(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 29 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં કેન્સ સેમિકોનની ઘજઅઝ સુવિધાનો શુભારંભ કરાવશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી. રૂ.3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.
અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ
દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના
નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઇ રહી છે.
માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોનની ઘજઅઝ સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક
વિકાસને વધુ વેગ મળશે.
ઘજઅઝ એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ
પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિગ અને પેકાજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી
પૂર્ણ કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર 31 માર્ચે શરૂ થનાર આ પ્લાન્ટમાં દિવસની 60
લાખ ચિપ્સ બનશે.
ઉલ્લેખનીય
છે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો
શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા જણાવ્યું
હતું કે, જૂન-2023માં આ સુવિધા માટે ખજ્ઞઞ થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને ફેબ્રુઆરી-2026માં
કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે.
ભારત
હવે આ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની રહ્યું છે. કોવિડના
મુશ્કેલ સમયમાં વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં સેમિકોન
ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 10 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ચાર
પ્રોજેક્ટ ગુજરાતમાં આકાર લઇ રહ્યા છે.
આ સિવાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત કુલ 38,949 આવાસોનું
રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે.