• સોમવાર, 30 માર્ચ, 2026

LPG લઈને હોર્મુઝમાંથી બે ભારતીય જહાજ પસાર

નવીદિલ્હી, તા.29: ઈરાન યુદ્ધનાં કારણે દુનિયામાં ઈંધણની કટોકટી વચ્ચે ભારત માટે રાહતની ખબર આવી રહી છે. વધુ બે ભારતીય ધ્વજવાળા એલપીજી ટેન્કર યુદ્ધગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી સલામત પસાર થઈ ગયા છે અને આગામી થોડા દિવસોમાં જ તે ભારતીય તટે આવી પહોંચવાની આશા છે. આ જહાજમાં આશરે એક દિવસનો ગેસનો જથ્થો છે. અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બે એલપીજી જહાજ બીડબલ્યૂ ટીવાયઆર અને બીડલ્યૂ ઇએલએમમાં 94 હજાર ટન એલપીજી લાવવામાં આવી રહ્યો છે. આ પહેલાં ચાર ભારતીય જહાજો આ માર્ગેથી પસાર થઈ ચૂક્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનારા વૃદ્ધને 181 ટીમે કાયદાનું ભાન કરાવ્યું March 30, Mon, 2026