• સોમવાર, 30 માર્ચ, 2026

હું મોત સામે લડી છું; અમિત શાહ જરા રિપોર્ટ જુઓ : મમતાના પ્રહાર

નવી દિલ્હી, તા. 29 : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ગૃહમંત્રી અમિત શાહના આરોપોનો જવાબ આપતાં કહ્યું હતું કે, મારા પર હુમલો થયો હતો. મોતની લડાઇ લડી છે.

શાહ કહે છે કે, હું પટ્ટી બાંધીને ફરું છું. તેમણે મારા તબીબી પરીક્ષણના રિપોર્ટ જોવા જોઇએ, તેવું તૃણમૂલ સુપ્રીમો બોલ્યાં હતાં.

પુરૂલિયામાં ચૂંટણીસભા સંબોધતાં મમતાએ ભાજપ પર ગંભીર આરોપો મૂકીને કહ્યું હતું કે, ભાજપનાં રાજવાળાં રાજ્યોમાં રમખાણો થાય છે. આદિવાસી સમુદાયનું શોષણ, મહિલાઓ પર હુમલા થાય છે. ગુજરાતનો ઉલ્લેખ કરતાં બેનર્જીએ જણાવ્યું હતું કે, આ રાજ્યમાં રમખાણો થઇ ચૂકયાં છે. મુખ્યમંત્રીનાં આવાં નિવેદનો બાદ બંગાળમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી    ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનારા વૃદ્ધને 181 ટીમે કાયદાનું ભાન કરાવ્યું March 30, Mon, 2026