અમદાવાદ, તા.13 : ગુજરાતમાં વધુ એક નકલી આઈએએસ ઝડપાયો છે. મહેસાણા પોલીસે એક મોટા છેતરાપિંડી કેસમાં નકલી IAS ઋષભ રેડ્ડી ઉર્ફે અર્પિત પીયૂષભાઈ શાહની ધરપકડ કરી છે. આરોપીએ વિસનગરના કાંસાના ગામના દિનેશ પટેલ નામના યુવકને ઈન્કમટેક્સ રેડનું તરકટ રચીને 21.65 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ચાર શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
આ શખસ સુરતના પિતા-પુત્ર જયંતીભાઈ
અને કૌશિક પટેલ સાથે મળીને આરોપી દિનેશ પટેલ સાથે મિત્રતાનો ડોળ કર્યો હતો. બાદમાં
તેઓએ એવું જૂઠાણું ફેલાવ્યું હતું કે, તેમના નજીકના મિત્રના ઘરે ઈન્કમટેક્સ રેડ પડી
છે અને તેના 600 કરોડ રૂપિયા તેમના હસ્તક છે. જો તે પૈસા છોડી દેવા હોય તો જે કહીએ
તે પ્રમાણે કરવું પડશે એવું કહી દિનેશ પટેલ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
આરોપીઓએ એમ પણ દાવો કર્યો હતો
કે ઈન્કમ ટેક્સની રેડના કારણે તેઓ આર્થિક રીતે તૂટી ગયા છે અને તેમને વકીલને આપવાના
પણ પૈસા નથી. પરિણામે દિનેશ પટેલે દયાભાવમાં આવીને રૂપિયા 21.65 લાખ આપી દીધા હતા.
વધુમાં એક થાર ગાડી પણ આપી હતી જેથી તેઓ પૈસા પાછા માગે નહીં.
આ સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ
મથકે કુલ 4 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે અન્ય આરોપીઓને ઝડપવા માટે
વિશેષ તપાસ હાથ ધરી છે.