• રવિવાર, 28 એપ્રિલ, 2024

હોળી-ધુળેટીના દિવસે અકસ્માતના બનાવ સામાન્ય દિવસ કરતા બમણાથી પણ વધુ થવાની શક્યતા

            તહેવાર દરમિયાન અકસ્માત, શારીરિક હુમલાના બનાવોની સંખ્યામાં 29.9 ટકાનો વધારો થવાની સંભાવના

            સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર અને ભાવનગરમાં વધુ ઇમર્જન્સી કેસ આવે છે

 

ક્ષ ભાર્ગવ પરીખ 

ગુજરાતમાં આ વર્ષે હોળીમાં અકસ્માત અને અને અન્ય કારણસર ઇજા થવાના અને ઇમર્જન્સીના કેસમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે. એમાંય સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર અને મોરબી તેમજ ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ, મહિસાગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને વલસાડમાં અકસ્માતમાં ઇમર્જન્સી કેસ વધવાની સંભાવના છે જ્યારે કચ્છમાં અકસ્માતનું જોખમ આ જિલ્લાઓના પ્રમાણમાં ઓછું છે. જેનાં પરિણામે 108ના તમામ કર્મચારીઓની રાજા મોકૂફ રાખી એમને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપ્યા છે.

108 ઇમર્જન્સી સેવાના સીઇઓ જશવંત પ્રજાપતિએ ફૂલછાબ સાથેની વાતચીતમાં કહ્યું કે, આ વર્ષે હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન અકસ્માત, શારીરિક હુમલાના બનાવોની સંખ્યામાં 29.9 ટકાનો વધારો થવાની સંભાવના છે. છેલ્લાં સાત વર્ષથી હોળીમાં થતા અકસ્માત અને અન્ય ઇમર્જન્સીના આંકડાઓના અભ્યાસ પછી એ તરણ ઉપર પહોંચ્યા છીએ કે આ વર્ષે ટુ વ્હીલરના અકસ્માત સામાન્ય દિવસમાં 336 થાય છે તે વધી 738 થશે. જે સામાન્ય દિવસ કરતા બમણાથી પણ વધારે છે. કારના અકસ્માત સામાન્ય દિવસમાં 64 હોય છે એ વધીને 104 થવાની સંભાવના છે.  શારીરિક હુમલાના બનાવો સામાન્ય દિવસમાં 121 હોય છે એ વધીને 483 થવાની સંભાવના છે.

જિલ્લા મુજબ ઇમર્જન્સી કેસની વિગતો આપતા જશવંત પ્રજાપતિ કહે છે કે, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર અને ભાવનગરમાં વધુ ઇમર્જન્સી કેસ આવે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં વધુ અકસ્માત થાય એમ છે. મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર (જુઓ પાનું 10)

 

અને પંચમહાલ તો દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ અને વલસાડમાં વધુ અકસ્માત થવાની સંભાવના છે જ્યારે કચ્છમાં ઇમર્જન્સી અને અકસ્માતની સંખ્યામાં મોટો વધારો નહીં થાય પણ ગુજરાતમાં ધુળેટી સમયે ઇમર્જન્સી કેસમાં 29.9 ટકાનો વધારો થવાની સંભાવના છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક