• શનિવાર, 27 જુલાઈ, 2024

જામનગર નજીકના પીરોટન ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે

આંતરરાષ્ટ્રીય સલાહકારની નિમણૂક કરાઈ : નિષ્ણાંતો સાથે ચર્ચા બાદ આઈલેન્ડના વિકાસ અંગે કાર્યવાહી હાથ ધરાશે

દ્વારકા, તા.2 : હાલાર પંથકમાં જામનગર નજીકના પીરોટન ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો અભિગમ ઈકો ટુરીઝમ ડેવલોપમેન્ટ અન્વયે રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. જે અંગે આંતરરાષ્ટ્રીય સલાહકારની પણ નિમણૂક કરવામાં આવી છે. દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવા રચાયેલા આઈલેન્ડ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા પિરોટન ટાપુમાં દરિયાઈ જીવસૃષ્ટિ બરપૂર હોય જેને વધુમાં વધુ પ્રવાસીઓ માણી શકે તે હેતુ ઈકો ટૂરિઝમ હેઠળ વિકસાવવામાં આવનાર છે. રાજ્યના વન વિભાગ દ્વારા પિરોટન ટાપુના વિકાસાર્થે ઈન્ટરનેશનલ કન્સલ્ટન્ટ તરીકે બેલ્જીયમ હેડકવાર્ટર ધરાવતી એઈટ અર્બન ડીઝાઈન એન્ડ લેન્ડસ્કેપને કામગીરી સોંપવામાં આવી છે.

ડોલ્ફીન્સ, મોતી બનાવતાં છીપો, જીવતા કોરલ સહિતની દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતા હાલારના સમુદ્રમાં 41 ટાપુ આવેલા છે જે પૈકી જામનગરથી ક્ષર નોટીકલ માઈલ દૂર આવેલા પીરોટન ટાપુ પર હાલ માનવ આવન જાવન પર પ્રતિબંધ છે. દર વર્ષે શિયાળામાં અનેક પર્યાવરણવાદી જુથી મંજૂરી મેળવી આ ટાપુની મુલાકાત લેતાં હોય છે. આંતરરાષ્ટ્રીય સલાહકાર કંપનીની મદદથી પીરોટન ઈકોસીસ્ટમને ખલેલ ન પહોંચે તે રીતે માસ્ટર પ્લાન તૈયાર કરી સરકારને સુપ્રત કરાશે.  જો કે પર્યાવરણ અને સલામતીના ભોગે કોઈ કાર્યવાહી નહીં કરાય અને હિતરક્ષકો સાથે ચર્ચા બાદ જ પીરોટનનો વિકાસ કરાશે. એજન્સી દ્વારા પીરોટન જવા આવવાના માર્ગોમાંથી જીવસૃષ્ટિ, અર્થશાત્રી, સમાજ શાત્રી અને પ્રવાસન ક્ષેત્રનાં નિષ્ણાંતોને સામેલ કરી ફલોટીંગ જેટી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ઇ-પેપરના નવા શુલ્ક