ફાઇનલમાં બાંગલાદેશ સામે 46 રને ભવ્ય વિજય
બેંકોક,
તા.22: મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતીય એ ટીમ ચેમ્પિયન
બની છે. રવિવારે બેંકોકમાં રમાયેલા ફાઇનલમાં ભારતીય મહિલા એ ટીમનો બાંગલાદેશ સામે
46 રને ભવ્ય વિજય થયો હતો. ભારતીય ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 134 રનના જવાબમાં બાંગલા
મહિલા ટીમ 19.1 ઓવરમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય મહિલા એ ટીમ સતત બીજીવાર એશિયા
કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટનો ખિતાબ કબજે કર્યોં છે. આ ટૂર્નામેન્ટ પહેલીવાર
2023માં હોંગકોંગમાં રમાઈ હતી ત્યારે પણ ફાઇનલમાં બાંગલાદેશને હાર આપી ભારતીય મહિલા
ટીમ ચેમ્પિયન બની હતી.
ભારતીય
યુવા ટીમ તરફથી તેજલ હસબનીસે 34 દડામાં 3 ચોક્કા અને 2 છક્કાથી પ1 રનની અણનમ ઇનિંગ
રમી હતી. તેણી પ્લેયર ઓફ ધ ફાઇનલ બની હતી જ્યારે કપ્તાન રિચા ઘોષે 36 રન કર્યા હતા.
44 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ આ બન્ને વચ્ચે 69 રનની ભાગીદારી થઇ હતી. બાંગલાદેશની
ફાહિમા ખાતૂનને 4 વિકેટ મળી હતી.
13પ રનના વિજય લક્ષ્ય સામે બાંગલાદેશની કોઇ બેટર ક્રિઝ પર ટકી શકી ન હતી. આથી 88 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતની પ્રેમા રાવતને 3 વિકેટ મળી હતી. સોનિયા અને તનુજાને 2-2 વિકેટ મળી હતી