નવીદિલ્હી, તા.22 : પાકિસ્તાન આતંકવાદી ગતિવિધિ અને હરકતોથી ઉંચું નથી આવતું અને તેની પ્રજા ગરીબીની ગર્તમાં ઘૂસતી જાય છે. ત્યાં ગરીબીનો દર વધીને 29 ટકા થઈ ગયો છે અને છેલ્લાં 11 વર્ષનો સૌથી વધુ છે. પાક.નાં સરકારી સર્વેના રિપોર્ટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર દેશમાં આવકની અસમાનતા પણ 27 વર્ષનાં ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.
પાક.માં
2પ કરોડની આબાદીમાંથી 7 કરોડથી વધુ લોકો અત્યાધિક ગરીબીમાં કણસી રહ્યા છે. અત્યાધિક
ગરીબી એટલે કે વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે દર માસે વધીને 8484
રૂપિયા કમાઈ શકે છે. નાણાકીય વર્ષ 2024-2પનાં પ્રારંભિક આંકડાઓ અનુસાર ગરીબીનો દર
2019માં 21.9 ટકા હતો અને તે હવે વધીને 28.9 ટકા થઈ ગયો છે. જે 2014 પછીનો સૌથી ઉંચો
આંકડો છે. બેરોજગારીનો દર પણ વધીને 7.1 ટકા થઈ ગયો છે. જે 21 વર્ષનો સૌથી ઉંચો દર છે.
પ્રાંતવાર આંકડા અનુસાર લગભગ દરેક ક્ષેત્રમાં ગરીબી વધી છે. પંજાબમાં ગરીબી 16.પ ટકાથી
વધીને 23.3 ટકા થઈ ગઈ છે. સિંધમાં 24.પ ટકાથી વધીને 32.6 ટકા અને ખૈબર પખ્તૂન્ખ્વામાં
28.7 ટકાથી વધીને 3પ.3 ટકા થઈ ગઈ છે.