• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ

7 દિવસમાં 3 ફરિયાદ બાદ જૂનાગઢ પોલીસે કસ્ટડીમાં લીધી

જુનાગઢ તા.22: વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. 

કીર્તિ સામે 16 ફેબ્રુઆરીએ જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં મહિલા પીઆઇ કે.જે.મોડ (જૂનાગઢ રેન્જ કચેરી) દ્વારા નોંધાવવામાં આવી હતી. આ મહિલા પોલીસ અધિકારીએ તેની સાથે ધમકી, શાંતિ ભંગ અને ફરજમાં રૂકાવટ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 18 ફેબ્રુઆરીના રોજ ભાલકાતીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમણે સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ આ ફરિયાદ કરી હતી. જ્યારે 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં અબજલ સીડાએ ફરિયાદ નોંધાવી હતી.

મૃગીકુંડમાં સ્નાન કરી કીર્તિ પટેલે વિવાદ સર્જતાં જૂનાગઢના યુ ટ્યૂબર અબજલ સીડાએ યુ ટ્યૂબ પર લાઈવ કર્યું હતું, જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે રૂપિયા 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડા(િજદ્દી બોય)એ બેવાર ફિનાઈલ ગટગટાવી લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા સાત દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો હતો. દિવ્યા સામે ફરિયાદ નોંધાયાના 12 કલાક બાદ દિવ્યા મીડિયા સમક્ષ આવી હતી અને પોતાની વાત રજૂ કરી હતી. ત્યારબાદ પોતે પણ ફિનાઈલ પી લીધી હતી અને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.

આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ (જુઓ પાનું 10)

મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલાસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુપ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક