નવી દિલ્હી, તા. 22 : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ભારતમાં સીમાપાર સંબંધિત એક મોટી આતંકવાદી સાજિશને બેનકાબ કરવામાં સફળતા મેળવી છે. સ્પેશિયલ સેલે અત્યારસુધીમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળથી આઠ સંદિગ્ધની ધરપકડ કરી છે. જેમાં બંગલાદેશી નાગરીક પણ સામેલ છે. પકડાયેલા સંદિગ્ધો ઉપર પાકિસ્તાનની સિક્રેટ એજન્સી આઇએસઆઇ અને બંગલાદેશી આતંકવાદી સંગઠનના ઈશારે તમિલનાડુમાં મોટી આતંકી સાજિશ રચવાનો આરોપ છે. તપાસમાં સામે આવ્યું હતું કે બંગલાદેશમાં રહેલા મુખ્ય મોડડયુલનો હેન્ડલર શબ્બીર શાહ લશ્કરના ટોપ નેતૃત્વના સીધા સંપર્કમાં હતો. શબ્બરીનો 2007થી જ તૈયબા પ્રમુખ હાફિઝ સઈદ અને 26-11 હુમલના માસ્ટર માઈન્ડ જકી ઉર રહેમાન લકવી સાથે સંપર્ક હતો. દિલ્હી પોલીસ અનુસાર
તમિલનાડુની
પકડાયેલા છ આરોપી મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ
અને મોહમ્મદ ઉજ્જવલને પકડીને દિલ્હી લઈ જવામાં આવશે. તેમની પાસેથી ડઝનેક મોબાઇલ ફોન
અને સિમકાર્ડ બરામદ કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા સંદિગ્ધ આરોપી પાકિસ્તાની આતંકી
સંગઠનોના સમર્થનમાં સોશિયલ મીડિયા ઉપર સામગ્રી પોસ્ટ કરી રહ્યા હતા.
પોલીસને
શંકા છે કે આતંકીઓની મદદ કરવા માટે આરોપીઓએ ઘણાં શહેરોમાં રેકી કરી હતી. દિલ્હીમાં
ફ્રી કાશ્મીરનાં પોસ્ટર લગાડયાં હતાં. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાંથી પણ બે શખસની ધરપકડ
કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર તમામ
આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા. 8માંથી ચાર લોકોનું એક ગ્રુપ
દિલ્હી આવ્યું હતું અને એઆઇ સમિટ દરમિયાન મેટ્રો સ્ટેશને ફ્રી કાશ્મીર અને બીજા વાંધાજનક
પોસ્ટર લગાડયા હતા. બાદમાં તમિલનાડુ અને બંગાળ નાસી છૂટયા હતા.
પોસ્ટરો
લાગ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી અને સ્પેશિયલ સેલ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં
આવી હતી. બાદમાં પુરાવા તમિલનાડુમાં સક્રિય આતંકી નેટવર્ક સાથે જોડાયા હતા અને દરોડા
પાડીને તમામની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ આતંકી નેટવર્ક અંગે વધારે તપાસ
શરૂ કરવામાં આવી છે.