• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

જેતપર-રાપર પાસે કાર તળાવમાં ખાબકતા મોરબીના બે યુવાનનાં મૃત્યુ

રાપર નજીક કારના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો, મહેન્દ્રનગરના આશાસ્પદ યુવાનોના મૃત્યુથી શોકની લાગણી

મોરબી, તા. રર: મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા બે આશાસ્પદ યુવાનોના જેતપર-2ાપર પાસે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. રોડ નજીક આવેલા તળાવમાં કાર ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી. બે યુવાનના મૃત્યુને પગલે પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, મહેન્દ્રનગરમાં રહેતા નીલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી (ઉંમર 34 વર્ષ) અને ભીખાલાલ નીતિનભાઈ તલસાણીયા (ઉંમર 30 વર્ષ) ક્રેટા કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રાપર નજીક કોઈ કારણોસર તેમની કાર કાબુ બહાર જઈને રોડની સાઈડમાં આવેલા તળાવમાં ખાબકી હતી. કાર તળાવમાં ગરકાવ થઈ જતા કારમાં સવાર બંને યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા.

 ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત દોડી ગયા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને (જુઓ પાનું 10)

તળાવમાંથી કાર બહાર કાઢી તેમાં સવાર યુવાનોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જેતપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને બંનેને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ પ્રશાસન દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક