કીર્તી પટેલ, દિવ્યા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાયો
જૂનાગઢ,
તા. ર1: મહાશિવરાત્રી મેળાના શાહી સ્નાન માં કીર્તિ પટેલની ડૂબકી મુદ્દે વિવાદ ઉઠયો
છે ત્યારે જૂનાગઢના એક યુટયુબરે સનાતન ધર્મની તરફેણમાં વીડિયો બનાવી અપલોડ કરતા વિવાદિત
કીર્તિ પટેલ ટોળકીયે ફોનમાં દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 20 લાખની
માગણી કરતા આ યુવાને ફિનાઈલ પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગેની વિગત પ્રમાણે જૂનાગઢ નજીકના ગલિયાવાડ ગામે
રહેતા યુટ્યુબર અબજલ કારા સીડા ઈ.27 એ કીર્તિ પટેલ દ્વારા સનાતન ધર્મને ઝાંખપ લાગે
તેવા વિડિયો અપલોડ કર્યા હતા તેની સામે સનાતન ધર્મ ની તરફેણમાં આ યુવાને વીડિયો બનાવી
પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કર્યો હતો આ સાથે જ કીર્તિ પટેલના પેટમાં તેલ રેડાયું
હતું અને કીર્તિ પટેલના ઇશારે જૂનાગઢની દિવ્યા સાવલાણી સુરત રહેતો તેનો બોયફ્રેન્ડ
જશપાલાસિંહ, હનુ રાણા ચાવડા અને વિરમ ચોથા મેવાડા એ ઇંસ્ટાગ્રામ આઈડી ઉપર ફોનમાં અબઝલને
ધમકી આપી પોતાના વીડિયો રિમૂવ કરવા અને કીર્તિ પટેલને રૂપિયા 20 લાખ આપવા માગણી કરી
હતી .
જો
તેમ ન કરે તો દિવ્યા સાવલાણીએ તેને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
આ ટોળકીની ધમકીથી કંટાળી અબઝલ એ પોતાના ઘરે ફીનાઇલ પી જેતપુર નાસી ગયો હતો ત્યાં પણ
વધુ ફિનાઈલ પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જૂનાગઢ તાલુકા પોલીસે અબજલ કારા સીડાની ફરિયાદના આધારે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી,
જસપાલાસિંહ, હનુ રાણા ચાવડા અને વિરમ ચોથા મેવાડા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બજરંગદાસ
બાપુ કીર્તિ પર બગડયા,
કીર્તિ
પટેલ પર ગઈકાલે પોલીસ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાયા બાદ આજે વધુ એક વખત ફરિયાદ નોંધાઈ
છે. ત્યારે ભાલકાતીર્થ નજીક નીરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ
દ્વારા લાગણી દુભાતા ફરિયાદ નોંધાવાઈ છે. તેમણે કહ્યંy હતું કે અખાડાઓનું શાહી સ્નાન
બંધ કરાવી ભગવાધારી સંસારીઓનું સ્નાન ચાલુ કરાવો.
કીર્તિની
સહેલી દિવ્યાએ પણ ફિનાઈલ પીધું
દિવ્યા
સામે ફરિયાદ નોંધાયા બાદ પોતે પણ ફિનાઈલ પી લીધું હતું. તે પહેલા વિડીયો બનાવી જણાવ્યું
હતું કે જિદ્દી બોય અબજલ સીડા દ્વારા તેને માનસિક ટોર્ચર કરવામા આવી છે. મેં એને કંઈ
કીધું નથી છતા મારા પર ગુનો નોંધવામા આવ્યો છે. મારી પાછળ મારો પરિવાર, બે બાળકો અને
ઘણા લોકો છે. આવી રીતે સ્ત્રી પર અત્યાચાર થાય તો જીવીને કોઈ ફાયદો નથી, એમ કહી ફિનાઈલ
પી લીધું હતું.
સોશિયલ
મીડિયા પરના વીડિયોથી વિવાદ
કીર્તિ
પટેલી મહાશિવરાત્રિના મેળામા મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ વિવાદ થયો હતો. યુટયુબર
અબજલના જણાવ્યા અનુસાર ત્યારબાદ કીર્તિએ સાધુ સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ વીડિયો સોશિયલ
મીડિયા પર વાઈરલ કર્યો હતો. અબજલ મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમા અખુટ શ્રદ્ધા ધરાવતો
હોવાથી તેણે કીર્તિ પટેલના વિડીયોનો વિરોધ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો હતો.
આ વીડિયોને લીધે વિવાદ વકર્યો હતો.