• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

વડાપ્રધાનના સંકલ્પ, અથાગ પ્રયત્નોથી 60 કરોડ લોકોના જીવનમાં આમુલ પરિવર્તન: અમિત શાહ

વેરાવળ તાલુકાના ચાંડુવાવમાં વિકસિત ભારત સંકલ્પયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ સહભાગી થયા 

આજે ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન અને સોમેશ્વર મહાપૂજા કરશે

વેરાવળ, તા.1: 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પ અને બાદમાં કરેલા અથાગ પ્રયત્નોથી થકી અનેક પ્રકારની સુવિધાઓ મળવાથી દેશના 60 કરોડ લોકોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યુ હોવાનું સોમનાથ પધારેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહએ સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલી સભામાં જણાવ્યુ હતુ. 

આજે સાંજે ગૃહ મંત્રી અમિતભાઈ શાહ હેલિકોપ્ટર મારફત સોમનાથ પહોંચ્યા હતા જ્યાં તેઓનું પૂર્વમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, પ્રદીપાસિંહ જાડેજા, જશાભાઈ બારડ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશમંત્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત ભાજપ સંગઠનના કાર્યકરો અને જિલ્લા કલેક્ટર વઢવાણિયા, ડીડીઓ રવિન્દ્ર  ખતાલે, પોલીસવડા મનોહરાસિંહ જાડેજાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતુ. બાદમાં વેરાવળ તાલુકામાં ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા ગૃહમંત્રી ચાંડુવાવ ગામ પહોંચ્યા હતા. 

જ્યાં ગૃહમંત્રી અમિતભાઈ શાહએ સંબોધન કરતા કહ્યું કે, આઝાદ ભારતમાં ઘણા વર્ષો સુધી લાઈટ, પાણી, ઘર જેવી અન્ય સુવિધા ન હતી તેવું એક ભારત હતું અને સને.2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પ અને બાદમાં કરેલા અથાગ પ્રયત્નો થકી અનેક પ્રકારની સુવિધાઓ મળવાથી દેશના 60 કરોડ લોકોના જીવનના પરિવર્તન આવ્યું છે.

આ યાત્રાને આવકારવા અને ગૃહમંત્રીને સાંભળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ કરી ગૃહમંત્રી રાત્રી રોકાણ અર્થે સોમનાથ સર્કીટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં તેઓ સ્થાનિક નેતાઓ, આગેવાનો અને કાર્યકરોને મળ્યા હતા. આવતીકાલે સવારે 10 વાગ્યે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જશે અને ત્યાં સોમેશ્વર મહાપૂજા કરી બાદમાં આગળના કાર્યક્રમ માટે જૂનાગઢ જવા રવાના થશે.

 

 

Budget 2024 LIVE