• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

રાજકોટના જંગલેશ્વરમાં 1100થી વધુ દબાણો જમીનદોસ્ત

-સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા આ દબાણોમાં માત્ર ગરીબોના કાચા-પાકા મકાનો જ નહીં પરંતુ ભૂમાફિયાઓએ કબજો કરીને આલીશાન મકાનો ઉભા કર્યા હતાઃ હજુ 400 જેટલા મકાનોને તોડવાના બાકી હોવાથી આજે ફરી ડિમોલિશન હાથ ધરાશે

 

રાજકોટ, તા. ર3 ઃ  સૌરાષ્ટ્રના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન આજે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મહાપાલિકા અને પોલીસ તંત્રની સયુક્ત ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આજી નદી કાઠાના આશરે 70 વર્ષ જૂના દબાણો તેમજ 15 મીટરના ટીપી રોડને નડતરરૂપ 1119 મકાનોનો કડુસલો બોલાવી રૂ.300 કરોડથી વધુના મૂલ્યની અંદાજે 87 હજાર ચો.મી જેટલી દબાણગ્રસ્ત જમીન ખુલ્લી કરવામાં આવી હતી. હજુ 400 જેટલા મકાનો તોડવાના બાકી હોવાથી આવતીકાલે પણ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાશે.

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે આજે સવારથી જ મનપા ટીપી શાખાનો કાફલો ત્રાટક્યો હતો અને ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આજી નદીના કાંઠે તેમજ પરસાણા સોસાયટીને જોડતા મેઈન રોડ પરના આશરે 1489 જેટલા દબાણો વર્ષોથી ઉભા થઈ ગયાં હતાં. અહીં માત્ર ગરીબ પરિવારો જ વસવાટ કરતા ન હતો પરંતુ અમૂક ભૂમાફિયાઓ દ્વારા નદીના પટમાં સરકારી જમીન ઉપર કાચા-પાકા મકાનો તેમજ ઓરડીઓ બનાવી પરપ્રાંતિયોને ભાડે આપીને મહિને રૂ.3 હજાર જેટલું ભાડું લઈને તગડો ધંધો કરવામાં આવતો હોવાનું વર્ષો બાદ તંત્રના ધ્યાનમાં આવ્યું હતું. જેસીબી મશીનોએ આ તમામ ઓરડીઓને જમીનદોસ્ત કરી દીધી હતી. મ્યુનિ.તંત્ર દ્વારા અગાઉ કુલ 1500 જેટલી મિલકતોને ડિમોલિશનની નોટીસ આપવામાં આવી હતી જેમાં આજે આજી નદીના પટ્ટમાં 997માંથી 681 દબાણો દૂર કરાયાં હતાં, અમુક મિલકતોનો અમુક ભાગ ડિમોલિશનમાં જતો હોવાથી તે હિસ્સો કોંક્રિટ મશીનથી દૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય 381 મિલકતોને સંપૂર્ણ ધ્વસ્ત કરવામાં આવી હતી. આજરોજ સોરઠીયા વે-બ્રીજથી છેક કોઠારીયા રોડ પર કેદારનાથ પાછળના ભાગ સુધી એકતા કોલોની, જંગલેશ્વરની 30 શેરીઓ, સરદાર પટેલ સ્મશાનથી શરૂ કરીને 15 મીટરના રસ્તે, બુદ્ધનગર-1થી રાધાકૃષ્ણનગર શેરીનં.18માં આ ડિમોલીશન હાથ ધરાયું હતું. હજુ 400 જેટલા મકાનોને તોડવાના બાકી હોવાથી આવતીકાલે ફરી મેગા ડિમોલિશન હાથ ધરાશે. અલબત જે લોકોના મકાનો ધરાશાયી થયાં છે તેઓને આવાસ યોજનામાં વૈકલ્પિક આવાસ ફાળવવા કે કેમ? તે અંગે ડે.કમિશનર મહેશ જાનીએ જણાવ્યું હતું કે, જેઓ પાત્રતા ધરાવતા હશે તેઓ માટે આવાસોની વ્યવસ્થા અચૂક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આજે સવારથી જ જંગલેશ્વર વિસ્તારમાં સોપો પડી ગયો હતો અને લોકોના ટોળેટોળા શેરીઓમાં ઉમટી પડÎાં હતાં, ગઈકાલે કુલ 1026 જેટલા રહેવાસીઓએ સ્વૈચ્છિક દબાણો દૂર કરીને પોતાનો સામાન ખાલી કરી નાખ્યો હતો. જેઓએ દબાણો હટાવ્યાં ન હતાં તેઓના ચહેરા ઉપર આજે ચિંતા જોવા મળી રહી હતી. પોતાના ઘરના ડિમોલિશનનો હમણા વારો આવશે તેને લઈને શેરીઓમાં મહિલાઓના મુખ ઉપર લાચારી અને વેદના જોવા મળી હતી. અમુક મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. કેટલાક લોકો આસપાસની અગાશી ઉપર ચડીને ડિમોલિશનની આ કાર્યવાહી નિહાળી

રહ્યાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026

Crime

સુરતમાં ગજેરાબંધુઓ સામે કરોડોની ઠગાઈનો ગુનો દાખલ બનાવટી દસ્તાવેજો બનાવી ભાગીદારને અંધારામાં રાખી ગુનો આચર્યો February 24, Tue, 2026