• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

જેતપુરના ખોડપરા વિસ્તારમાં હિન્દુએ પોતાનું મકાન ઈરાદાપૂર્વક બિનહિન્દુને વેચતા વિવાદ

અશાંતધારો લાગુ કરવાની માગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ

જેતપુર, તા.23 : શહેરના ખોડપરા વિસ્તારમાં હિન્દુઓના વિસ્તારમાં એક મકાન હિન્દુએ જ એક વિધર્મીને વેંચતા સ્થાનિકોમાં ઉહાપોહ મચી ગયો છે. આ મકાનનો દસ્તાવેજ રદ કરી આ વિસ્તારમાં અન્ય કોઈ આસામીઓ વિધર્મીઓને મકાન ન વેચે તે માટે ખોડપરા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિકોએ કલેક્ટર પાસે માગ કરી છે

જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં રહેતા મુકેશ ધાનેક નામના વ્યક્તિએ કલેક્ટરને ઉદ્દેશીને એક આવેદન તૈયાર કર્યું છે. જેમાં પરેશ પરમાર નામના એક હિન્દુ વ્યક્તિએ ઈરાદા પૂર્વક તેમનું મકાન બિનહિન્દુને વેચી વિવાદ ઉભો કર્યો છે. જેથી આ મકાનનો દસ્તાવેજ રદ કરવો તેમજ મકાનને બાંધકામની મંજૂરી ન મળે તેવી માગ સાથે વોર્ડના પાલિકા પ્રમુખ તેમજ સદસ્યોએ પણ સહી કરી છે. વધુમાં આ વિસ્તારમાં બહુમતી વસ્તી હિન્દુઓની હોવાથી તેની સંસ્કૃતિ વિધર્મીઓથી અલગ હોય છે. ખાનપાન પણ અલગ હોવાથી અન્ય સંસ્કૃતિના લોકો સાથે ન રહી શકે. જો બિનહિન્દુ અહીં રહેવા આવે અને નોનવેજનો એઠવાડ જાહેર રોડ પર ફેંકે તો સ્થાનિક હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય. બંને સમાજના લોકોના દીકરા દીકરી લવજેહાદનો ભોગ બની શકે છે અને ભવિષ્યમાં કોમી તોફાનો ન થાય તે માટે આ વિસ્તારમાં વહેલી તકકે અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માગ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026