રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 121 કેસ: ભાવનગરમાં 3, સુરેન્દ્રનગરમાં બે તેમજ પોરબંદરમાં 1 કેસ પોઝિટિવ આવ્યો : સૌથી વધુ અમદાવાદમાં 49 કેસ નોંધાયાં
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ તા.17 : ગુજરાતમાં કોરોના કેસો ઉત્તરોત્તર વધી રહ્યાં છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 121 કેસ નોંધાયા છે, રાજકોટમાં પણ પોઝીટીવ કેસ ઘટવાનું નામ લઈ રહ્યાં નથી આજે શહેરમાં વધુ ડઝનેક કેસ નોંધાયા હતાં તેમજ જિલ્લામાં પણ 7 કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.
મનપાના આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર વોર્ડ નં.8માં અરુણ એપાર્ટમેન્ટ બ્લોક નં.401/5માં 41 વર્ષીય પુરુષ, વોર્ડ નં.1માં ગીતગુર્જરી સોસાયટીમાં શેરી નં.4માં રહેતા 32 વર્ષીય મહિલા, વોર્ડ નં.3માં મનહર પ્લોટ-8માં રહેતા 46 વર્ષીય મહિલા, વોર્ડ નં.1માં મોચીનગરમાં રહેતા 56 વર્ષીય પુરુષ, વોર્ડ નં.10માં શ્રદ્ધાદિપ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ ઉપરાંત વોર્ડ નં.8માં કોટેચા ચોક નજીક શ્રી રામ બંગલોની બાજુમાં બાવન વર્ષીય મહિલા, વોર્ડ નં.9માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી-2માં રહેતા 72 વર્ષીય વૃદ્ધ, લક્ષ્મીનગરમાં રહેતા 45 વર્ષીય પુરુષ, વોર્ડ નં.10માં અક્ષર રેસિડેન્સી ફ્લેટ નં.303, સોમનાથ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મહિલા, વોર્ડ નં.8માં વૈશાલીનગર-7માં પ્રમુખ વંદન નામના મકાનમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ, વોર્ડ નં.18માં કોઠારિયા સોલવન્ટમાં શક્તિનગરમાં રહેતા 37 વર્ષીય મહિલા તેમજ વોર્ડ નં.9માં તિરુપતિ યુએચસીમાં 24 વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ આવતા હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.1 માર્ચ 2023થી લઈને આજે તા.16 માર્ચ સુધીમાં શહેરમાં 45 કેસ પોઝીટીવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ગઈકાલે તા.16ના રોજ 272 વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
દરમિયાન આજે નોંધાયેલા 121 કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં 49 કેસ નોંધાયા છે ઉપરાંત સૂરતમાં 15, મહેસાણામાં 11, સાબરકાંઠામાં 6,<