વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ જોખમ લેવા માગતી નથી : બનાસકાંઠા, અમરેલી, પંચમહાલ, અરવલ્લી, મોરબી અને વડોદરાના જિલ્લા પ્રમુખ બદલાય તેવી સંભાવના
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 4: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો પોતપોતાની બાજી
ગોઠવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં કોઇ પણ જોખમ લેવા માગતી નહી હોવાથી
અત્યારથી જ તેયારીઓ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા,
અમરેલી, પંચમહાલ, અરવલ્લી, મોરબી અને વડોદરા જિલ્લા પ્રમુખોમાં ફેરફાર કરવામાં આવશે.
પક્ષના
સૂત્રો અનુસાર જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા માટે એઆઇસીસી દ્વારા નિરીક્ષકોની નિમણૂક
કરવામાં આવી શકે છે. જેઓ સંબંધિત જિલ્લાઓમાં સંગઠનની સ્થિતિ અને સ્થાનિક નેતાઓ સાથે
ચર્ચા કરીને અહેવાલ તૈયાર કરશે. જે જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાવાની શક્યતા
છે તેમાં બનાસકાંઠા, અમરેલી, પંચમહાલ, અરવલ્લી, મોરબી અને વડોદરાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ
માટે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવું મહત્વપૂર્ણ
બન્યું છે. સ્થાનિક સ્તરે પક્ષની કામગીરી, ચૂંટણી પરિણામો અને સંગઠનાત્મક નબળાઈઓનું
મૂલ્યાંકન કર્યા બાદ જિલ્લા પ્રમુખોમાં ફેરફાર કરવામાં આવશે તેવી ચર્ચા છે.
જોકે
એઆઇસીસી દ્વારા નિરીક્ષકોની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ઉપરોક્ત જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખોના નામ સામે
આવશે. તદુપરાંત કોંગ્રેસમાં જડમૂળથી ફેરફારો કરવામાં આવશે તેવું પણ હાલના તબક્કે જણાઈ
રહ્યંy છે.